રાજ્યમાં અકસ્માતો નિવારવા RTOનું મોટું પગલુંઃ ૧૮૭ સ્પીડગન ઈન્ટરસેપ્ટર વાહનો તહેનાત
મુંબઈ: છેલ્લા કેટલાક વર્ષોમાં હાઈ-વે પર મર્યાદા કરતાં વધુ ઝડપે જતાં વાહનોને કારણે થતાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેને અનુલક્ષીને હવે રાજ્યભરમાં દરેક આરટીઓ ખાતે કુલ ૧૮૭ સ્પીડગન ઈન્ટરસેપ્ટર વાહનો દરેક વાહનચાલકોની ઝડપ પર દેખરેખ રાખવા, માર્ગ સલામતીના નિયમોનો અમલ કરવા અને માર્ગ સલામતી વધારવા માટે તહેનાત કરવામાં આવશે.
ઉપરાંત, આગળ અકસ્માત સર્જાનારો રસ્તો છે, વાહનો ધીમે ચલાવવું જોઈએ, સ્પીડ લિમિટ ૮૦ વગેરે વિવિધ ચેતવણીના બોર્ડ હાઈ-વે પર મૂકવામાં આવ્યા હોવા છતાં વાહનચાલકો આ ચિહ્નોને અવગણે છે. બેદરકારીથી વાહન ચલાવે છે અને પોતાને અથવા અન્યને જોખમમાં મૂકે છે. આરટીઓ, હાઇ-વે પોલીસ ઝડપભેર દોડતા વાહનો સામે કાર્યવાહી કરી રહી છે.
જ્યારે સ્પીડગન કેમેરા દ્વારા વાહનોની જાસૂસી કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. જો કે, જ્યાં સ્પીડગન કેમેરા લગાવવામાં આવ્યા છે, ત્યાં ડ્રાઈવરો સાવધાન થઈને ધીમી ગતિએ વાહન ચલાવે છે. ત્યારપછી ફરી સ્પીડ વધારી દે છે. તેથી, રાજ્યના વાહનવ્યવહાર વિભાગની ક્ષેત્રીય કચેરીઓમાં એર વેલોસિટી ટીમો માટે આવા ૧૮૭ આધુનિક ઇન્ટરસેપ્ટર વાહનો ખરીદવામાં આવ્યા છે.
આના માટે લગભગ ૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરિણામે હાઇ-વે પર ગમે ત્યારે સ્પીડગન ઇન્ટરસેપ્ટર વાહનો તહેનાત કરવાનું શક્ય બને છે. આમ કેમેરાથી દૂર રહીને પવનની ઝડપે વાહન ચલાવનારાઓને રોકવું શક્ય બનશે, જ્યાં સ્પીડગન ઈન્ટરસેપ્ટર વાહનો તહેનાત કરવામાં આવશે. ઉપરાંત, ત્યાં નિયત સ્પીડ મર્યાદા કરતાં વધુ ઝડપ ધરાવતા વાહનોની તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવશે તેમ જ તે વાહન સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આનાથી ટ્રાફિક નિયમોના અમલીકરણમાં વધારો થશે અને માર્ગ સલામતીમાં વધારો થશે, એમ આરટીઓના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
સ્પીડગન ઈન્ટરસેપ્ટર વાહન લેસર કેમેરા, આલ્કોહોલ બ્રેથ એનાલાઈઝર અને અન્ય જરૂરી સાધનોથી સજ્જ છે. આ વાહનોની નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ હોય તેઓ કાર્યરત થવા તૈયાર છે. બે સ્પીડગન ઈન્ટરસેપ્ટર વાહનો ટ્રાન્સપોર્ટ કમિશનરની ઓફિસમાં, ચાર તાડદેવ આરટીઓમાં, ચાર અંધેરી, બોરીવલી અને વડાલા આરટીઓ ખાતે તૈનાત કરવામાં આવશે. નાસિક અને જલગાંવ આરટીઓમાં વધુમાં વધુ છ સ્પીડગન ઇન્ટરસેપ્ટર વાહનો હશે.