કાંગ્રેસના નેતાઓએ રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરતા ભાજપના નેતાઓએ કહ્યું કે વિશાનકાળે વિપરીત…
અયોધ્યા: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઘણા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ ઠુકરાવી દીધું હતું. કોંગ્રેસે રામ મંદિરના કાર્યક્રમને ભાજપ અને આરએસએસનો કાર્યક્રમ ગણાવ્યો હતો. અને કહ્યું હતું કે અમારા જે પણ નેતાઓ નથી જવાના તેમનો નિર્ણય એકદમ યોગ્ય છે. આ ઘટના બાદ ભાજપે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ.
ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું હતું કે જે લોકો રામમાં માનતા નથી તેઓ કોઈ પણ બહાના બનાવે છે. આ ટ્રસ્ટનો કાર્યક્રમ છે. ટ્રસ્ટે પીએમ નરેન્દ્ર મોદીને રામ મંદિરના ઉદ્ઘાટન માટે વિનંતી કરી છે. અને આમંત્રણ પણ ટ્રસ્ટ દ્વારા જ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મનોજ તિવારીએ કહ્યું હતું કે અમને ખબર ન હતી કે મંદિર ક્યારે બનશે. અમે ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ કામ કરતા નથી. અમે રસ્તા પણ બનાવીએ છીએ અને બીજા ઘણા કામ કરીએ છીએ.
ભાજપના નેતા અનિલ એન્ટોનીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ……કારણકે કોંગ્રેસ હવે ભારતની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વાસ્તવિકતાઓથી અને લોકોની ભાવનાઓથી સંપૂર્ણપણે અલગ થઈ ગઈ છે. અત્યારે કાંગ્રેસ દ્વારા લેવામાં આવતા નિર્ણયો ઉગ્રવાદીઓને પ્રોત્સાહન આપવા માટે અને ટોચ પર બેઠેલા નેતાઓની આસપાસના કેટલાક કટ્ટરપંથી લઘુમતીઓને ખુશ કરવા માટે ના જ છે.
ભાજપના નેતા નલિન કોહલીએ કહ્યું હતું કે કોંગ્રેસને ઘણા વર્ષો મળ્યા પરતું તેમણે અયોધ્યામાં મંદિર બનાવવા માટે કોઈ પગલાં લીધાં નથી. ત્યાં સુધી કે તેઓએ ભગવાન રામના અસ્તિત્વનો પણ ઇનકાર કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં વિલંબ કર્યો હતો. આ કારણે જ કોંગ્રેસ પાર્ટી એમ કહે કે અમે રામ મંદિરના સમારોહમાં હાજરી નહી આપીએ તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી.
તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે કાંગ્રેસના નેતાઓ નિવેદનો આપવામાં અટવાયેલા છે. તેમને ગંભીરતાથી લેવીના જરૂર નથી. જે નહી જાય તે જાતે જ પાછળથી પસ્તાશે.