આપણું ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પહોંચ્યું ‘અયોધ્યાધામ’ જાણો કઈ રીતે?

ગાંધીનગર: આખો દેશ 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રાહ જોઈ રહ્યો છે અને રામભક્તિના રંગમાં રંગાઈ ગયો છે ત્યારે ગુજરાતના વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 20૨૪માં પણ અયોધ્યા ધામની ઝાંખી જોવા મળી હતી.

વાત જાણે એમ છે કે અહીં યોજાયેલી દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પશ્ચિમ રેલવે દ્વારા અયોધ્યા ધામ રેલવે જંકશનની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી. આ અંગે રેલવેએ જણાવ્યું હતું કે ભારતીય રેલવેએ છેલ્લા નવ વર્ષોમાં ઝડપી ફેરફાર કર્યા છે અને ઘણી સિદ્ધિ હાંસલ કરી છે આ સિદ્ધિઓને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પશ્ચિમ રેલવે દ્વારા લોકો સમક્ષ મુકવાનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવે દ્વારા બનાવવામાં આવેલા આકર્ષક પેવેલિયનમાં ચીનાબ નદી પરના બ્રિજની પણ પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. આ સાથે અયોધ્યાધામ જંકશનની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, જે લોકોને વિશેષ પસંદ પડી હતી અને લોકોએ તેની સેલ્ફી લઈને મજા માણી હતી.

રેલવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વનો સૌથી ઊંચો સ્ટીલ આર્ક બ્રિજ ચીનાબ બ્રીજ ડિજિટલ પેનલ અને ઈન્ફર્મેશન પેનલ સહિત કેટલાક વિભાગ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, સુરક્ષા, માલ લોડિંગ, પર્યાવરણ પ્રેમ વગેરે જેવા વિવિધ પાસા સાથે સંકળાયેલા છે તે ભારતીય રેલવેની પ્રગતિ અને સિદ્ધિઓ દર્શાવે છે.

આ પેવેલિયનમાં રેલવેની સિદ્ધિઓ અને આગળની યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ચિનાબ બ્રિજનું જે મોડેલ છે અહીંયા તે ભારતીય રેલવેની એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતાનું એક સુંદર કહી શકાય એવું ઉદાહરણ છે. આ સાથે અહીંયા પાયલોટના કેબિન થી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ગતિનો અનુભવ કરાવે તેવો એક વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ મળે છે.
અહીંયા મનોરંજન માટે ખાસ ક્વિઝ કોમ્પિટીશન પર રાખવામાં આવી છે, જેમાં આવનારા મુલાકાતીઓને રેલવે સંબંધિત સવાલો પૂછવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button