નેશનલ

2036 સુધીમાં ભારતમાં આટલા ઘરની થશે અછત… આંકડો જોઈ ચોંકી ઉઠશો….

ગયા વર્ષે એટલે કે 2023માં ભારત વસતીના મામલામાં ચીનને પાછળ મૂકીને સૌથી વધુ વસતી ધરાવતા દેશોમાં પોતાનું નામ નોંધાવી દીધું છે અને હવે તમારી જાણકારી માટે કે જાન્યુઆરી, 2024માં ભારતની કુલ વસતી 142 કરોડનો આંકડો પાર કરી ગઈ છે.

આટલી મોટી વસતી માટે રોટી, કપડાં અને મકાનની જોગવાઈ કરવાનું અઘરું થતું જઈ રહ્યું છે અને ભવિષ્યમાં લોકોને આ માટે હજી વધારે મથામણ કરવી પડે એવી પૂરેપૂરી શક્યતા છે. એક અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આવનારા 10 વર્ષમાં દેશમાં વધુ 6.4 કરોડ ઘરની જરૂરિયાત ઊભી થશે.

આ મામલે એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે અને આ રિપોર્ટ અનુસાર ભારતમાં 2036 સુધી આશરે 6.4 કરોડ નવા ઘર બનાવવાની આવશ્યક્તા ઊભી થશે અને 2018માં આ પ્રમાણ 2.9 કરોડ જેટલું હતું. પરંતુ 2036 સુધી આ ઘરની માગણીમાં અનેકગણો વધારો જોવા મળશે.

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી એક નામી કંપની દ્વારા રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ભારતની વસતી અને ઘરની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ભારતમાં ટૂંક સમયમાં જ આકારમાં નાના ઘરની ડિમાન્ડમાં ઉછાળો જોવા મળશે.
એટલું જ નહીં કંપની દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે 2024માં ટુ ટિયર અને થ્રી ટિયરની શ્રેણીમાં આવતા શહેરોમાં ઘરની ડિમાન્ડમાં વધારો જોવા મળશે અને આ ડિમાન્ડ અને ખરીદીમાં જોવા મળનારા વધારાને કારણે ઈકોનોમીમાં પણ મોટો ઉછાળો જોવા મળશે, એવો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે.

ઘરની ડિમાન્ડને કારણે સતત જીડીપીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને એને કારણે ભારતના 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ મદદ મળી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button