ઇન્ટરનેશનલ

માલદીવને ઉશ્કેરવા માટે ક્યા દેશનો દોરીસંચાર?

બીજિંગ: ભારત સાથે માલદીવના વિવાદ બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ તેમની પ્રથમ સરકારી મુલાકાત માટે ચીન પહોંચી ગયા છે. ત્યારે મુઈઝુને હંમેશા ભારત વિરોધી માનવામાં આવે છે. કારણ કે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન મુઈઝુએ ઈન્ડિયા આઉટનો નારો પણ આપ્યો હતો. ત્યારે મુઈઝુએ આ બધું ચીનના ઉશ્કેરણી પર કર્યું હોવાનું માલદીવના કેટલાક નેતાઓ પણ કહી રહ્યા છે, જોકે માલદીવ પહેલો મુસ્લિમ દેશ નથી, જે ચીનના નિર્દેશોનું પાલન કરી રહ્યો છે. પરંતુ હાલના સમયમાં મુસ્લિમો સાથે ખરાબ વર્તન કરનાર ચીન ઘણા મુસ્લિમ દેશોને ભારત વિરુદ્ધ ઉકસાવી રહ્યો છે.

ચીને માલદીવ પહેલા પાકિસ્તાન અને મલેશિયા જેવા દેશોને પણ પોતાની વાતોથી ઉશ્કેર્યા હતા જેના કારણે આ બંને દેશો પણ ચીનના આદેશનું પાલન કરે છે. કારણકે રીન હવે ભારતથી ડરવા લાગ્યું છે તેને ડર છે કે આવનારા સમયમાં ભારતનો વૈશ્વિક પ્રભાવ ચીનથી પણ ઘણો વધારે થઈ જશે અને એટલે જ ચીનને મુસ્લિમ દેશો સાથે સારા સંબંધો ના હોવા છતાં તે પોતાના સંબંધો સુધારી રહ્યું છે અને વિશ્વભરના મુસ્લિમ દેશોને ભારત સાથે સંબંધો બગાડવા માટે આડકતરી રીતે ચડાવી રહ્યું છે અને એવું બતાવી રહ્યું છે કે પોતે મુસ્લિમોનું હિતચિંતક છે. પરંતુ ચીનમાં મુસ્લિમો સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે તે આખી દુનિયા જાણે છે.

યુનાઈટેડ નેશન્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ચીનમાં ઉઈગર મુસ્લિમો પર ખૂબજ અત્યાચાર થાય છે. તેમજ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન પર માનવાધિકારોનું ‘ગંભીર ઉલ્લંઘન’ થયું છે. જો કે ચીને ઘણીવાર આ આરોપોને ફગાવી દીધા છે. સંયુક્ત રાષ્ટ્રના જુલાઈ 2023ના રિપોર્ટ પ્રમાણે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો પર ખૂબજ અત્યાચાર કરવામાં આવે છે. ત્યાં ઉઈગર મુસ્લિમોને મનસ્વી રીતે અટકાયતમાં લેવામાં આવે છે અને બળજબરીથી મજૂરી કરાવવામાં આવે છે તેમ જ મુસ્લિમ મહિલાઓ પર બળજબરીથી બળાત્કાર કરવામાં આવ્યો છે. ચીન પર એવો પણ આરોપ છે કે 2017 બાદ શિનજિયાંગમાં 16 હજારથી વધુ મસ્જિદોને નષ્ટ કરી દીધી હતી. તેમ છતાં પણ આજે ચીન મુસ્લિમ દેશોનું શુભેચ્છક બનીને ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યું છે.

આ ઉપરાંત આખી દુનિયા જાણે છે કે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મોટાભાગની પ્રવૃત્તિમાં ચીનનો હાથ છે. પાકિસ્તાનમાં ડ્રેગનના ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button