નેશનલ

22મી જાન્યુઆરીએ નહીં મળે દારૂ? અહીંયા દૂર કરો કન્ફ્યુઝન…

22મી જાન્યુઆરીને લઈને લોકોમાં ખૂબ જ કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે કે આ દિવસે ડ્રાય ડે છે કે પછી હોલીડે છે? તો ચાલો તમારું આ કન્ફ્યુઝન અમે દૂર કરી દઈએ અને હકીકત શું છે એ જણાવીએ.

વાત જાણે એમ છે કે 22મી જાન્યુઆરીના અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થશે અને આ જ કારણસર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યભરમાં શાળા-કોલેજ અને દારૂની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જેને પગલે લોકોમાં કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે કે શું 22મી જાન્યુઆરીએ આખા દેશમાં ડ્રાય ડે હશે કે શું? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ…

22મી જાન્યુઆરીએ ઓફિશિયલી ભલે ડ્રાય ડે જાહેર ન કરવામાં આવ્યો પણ તેમ છતાં રહેશે તો ડ્રાય ડે જ. આ દિવસે દારૂ પીવાના શોખિનોને ના તો દુકાન પર દારુ મળશે, કે ના તો કોઈ રેસ્ટોરાં કે બારમાં. આ સિવાય આ દિવસે આખા ઉત્તર પ્રદેશ સહિત જયપુર, છત્તીસગઢમાં પણ દારૂની દુકાનો બંધ રહેશે. આ સિવાય માંસ-મટન વેચતી દુકાનો પણ બંધ રાખવામાં આવશે.

આનો અર્થ એવો થયો કે 22મી જાન્યુઆરીના હોલીડે અને ડ્રાય ડે બંને રહેશે. જ્યાં એક તરફ સ્કુલ-કોલેજમાં રજા આપવામાં આવી છે ત્યાં બીજી બાજું રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મહેસૂલમાં 15થી 30 ટકા હિસ્સો દારુના વેચાણમાંથી આવે છે. આ બાબતમાં ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે. નાણાંકીય વર્ષ 2022-23માં યુપીમાં એક્સાઈઝ ડ્યુટી પેટે સરકારી તિજોરીમાં 41,250 કરોડ જમા થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…