ટોપ ન્યૂઝનેશનલ

અદાણી ગ્રુપે બનાવ્યું પહેલું સ્વદેશી ડ્રોન, સમુદ્રમાં વધારશે દેશની તાકાત

નવી દિલ્હીઃ અદાણી ભારતની અગ્રગણ્ય કંપની છે. આ જૂથની કંપનીએ ભારતીય નૌસેના માટે સ્વદેશી ડ્રોન બનાવ્યું છે. આ સ્વદેશી ડ્રોનનું નામ UAV-દૃષ્ટિ-10 રાખવામાં આવ્યું છે. આ સ્ટારલાઇનર ડ્રોન છે, જેને આજે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય નૌસેનાને સોંપ્યા છે. આ સ્વદેશી ડ્રોન સામેલ થયા બાદ ભારતીય નૌસેનાની તાકાત વધી ગઇ છે. સ્વદેશી ટેક્નિક પર આધારિત આ ડ્રોન ઘણા એડવાન્સ છે. બુધવારે હૈદરાબાદમાં ફ્લેગ ઑફ કાર્યક્રમમાં નૌસેના પ્રમુખ એડમિરલ આર. હરિકુમારે આ ડ્રોનનું અનાવરણ કર્યું હતું. ખાસ વાત એ છે કે તેને સંપૂર્ણપણે ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. ભારતીય નૌકા દળ દ્વારા આ ડ્રોનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આપણે એ જાણીશું કે આ ડ્રોન કેવી રીતે ભારતીય નૌકા દળની તાકાત વધારશે.

UAV-દૃષ્ટિ-10 સર્વેલન્સ અને રિકોનિસન્સ (ISR) પ્લેટફોર્મ છે. હૈદરાબાદથી પોરબંદર સુધી ઉડાન ભર્યા બાદ આ ડ્રોનને ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવશે. અદાણી જૂથે આ ડ્રોન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે UAV-દૃષ્ટિ-10 ડ્રોન 36 કલાક સુધી ઉડવામાં સક્ષમ છે. આ સ્વદેશી ડ્રોન એક સમયે 450 કિલો વજન ઉપાડી શકે છે. આ સ્વદેશી ડ્રોન STANAG 4671 પ્રમાણિત છે. આ ડ્રોન કોઇ પણ હવામાન અને વાતાવરણમાં ઉડી શકે છે.

હેદરાબાદમાં આ ડ્રોનની ફ્લેગ ઑફ ઇવેન્ટમાં નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે ભારતીય નૌકાદળની જરૂરિયાત મુજબ આ ડ્રોનના કામકાજની રૂપરેખા આપી હતી. તેમણે સંરક્ષણ ક્ષેત્રમાં સુરક્ષા અને આત્મનિર્ભરતામાં પ્રોત્સાહન આપવા બદલ અદાણી જૂથની પ્રશંસા કરી હતી.

નોંધનીય છે કે અદાણી ગ્રુપ દ્વારા મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ઘણા સ્વદેશી સુરક્ષા સાધનોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ભારતીય નૌકા દળે તેમને આવા 10 ડ્રોનનું ઉત્પાદન કરવાનો ઓર્ડર આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button