નેશનલ

રામ મંદિરના ભવ્ય દરવાજા છે સોનાના, જાણો વિશેષતા

અયોધ્યા: અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય લગભગ પૂરુ થવાના આરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 22 જાન્યુઆરીએ મંદિરનું ઉદ્ઘાટન થશે જેમાં વિદેશમાંથી પણ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉદ્ઘાટન પહેલા મંદિર સાથે જોડાયેલી નવી માહિતી અને તસવીરો વિશે રોજે રોજ ચર્ચાઓ થતી હોય છે. ત્યારે થોડા સમય અગાઉ જ પ્રભુ રામની મૂર્તિ નક્કી કરવામાં આવી હતી જેના વિશે પણ ઘણી ચર્ચા થઈ હતી.

જો કે અયોધ્યા મંદિરમાં તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું તેમજ મંદિરને નાગરશૈલીમાં બનાવવામાં આવ્યું છે. ત્યારે મંદિરની તમામ કલાકૃતિઓ એક એકથી ચડિયાતી છે. સૌથી મહત્ત્વની વાત કહીએ તો રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલા સુવર્ણ દરવાજાની, જેના પર ખૂબ જ સુંદર કોતરણી કરવામાં આવી છે. આ દરવાજો 12 ફૂટ ઊંચો અને 8 ફૂટ પહોળો છે. આ દરવાજો હમણાં પહેલા માળ પર લગાવવામાં આવ્યો છે.

રામ મંદિરમાં કુલ 46 દરવાજા લગાવવામાં આવશે. તેમાંથી 42 દરવાજાને કુલ 100 કિલો સોનાથી પરત ચડાવવામાં આવશે, પરંતુ મંદિરની સીડી પાસેના ચાર દરવાજા પર સોનાની પરત ચડાવવામાં નહિ આવે. આગામી દિવસોમાં વધુ 13 સોનાના દરવાજા લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે. રામ મંદિરના ગોલ્ડન દરવાજા પર મધ્યમાં બે હાથીઓની તસવીર કોતરવામાં આવી છે. આ બંને હાથીઓ લોકોનું સ્વાગત કરતા હોય તેવી મુદ્રામાં જોવા મળે છે.

જ્યારે દરવાજાના ઉપરના ભાગમાં મહેલ જેવો આકાર બનાવવામાં આવ્યો છે. તેમજ નીચે બે નોકર હાથ જોડીને ઊબા હોય તે રીતે કોતરણી કરવામાં આવી છે. તેમજ દરવાજાના તળિયે ચોરસ આકારમાં સુંદર આર્ટવર્ક પણ કરવામાં આવ્યું છે. આ દરવાજા તૈયાર કરવા માટે હૈદરાબાદની એક કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું.

કંપનીએ મહારાષ્ટ્રના ગઢચિરોલીના જંગલોમાંથી લાકડા પસંદ કર્યા તેમજ દરવાજા પર નકશીકામ કરવા માટે કન્યાકુમારીથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. આ દરવાજા રામમંદિરના પરિસરને ખૂબજ ભવ્ય બનાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button