આપણું ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં અભૂતપૂર્વ સુરક્ષા, મહાત્મા મંદિરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પગલે ગાંધીનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દેશ વિદેશથી આવનારાં વીવીઆઇપી-મહાનુભાવોને પગલે મહાત્મા મંદિરમાં એન્ટી ડ્રોન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં એનએસજી કમાન્ડો તૈનાત કરાયા હતા. છ ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પગલે મહાત્મા મંદિરની આસપાસ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. યુએઇના રાષ્ટ્રપ્રમુખ સહિત અન્ય મહાનુભાવોનું આગમન થવાનું છે ત્યારે પાટનગરના અમુક રસ્તા બંધ કરાયા છે. વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાત્મા મંદિર ઉપરાંત રાજભવન, ગિફ્ટ સિટી સહિતનાં સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આખાય કાર્યક્રમ દરમિયાન છ ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રત્યેક ઝોનમાં એડિશનલ ડીજીના નેતૃત્વમાં ૬ આઇજી, ૬૯ એસપી, ૨૨૩ ડીવાયએસપી, ૬૫૦૦થી વધુ પોલીસ જવાનો ફરજ પર તૈનાત રહેશે. આ ઉપરાંત ૧૦૦ કમાન્ડો સહિત આઠ ક્વિક રિસ્પોન્સ ટીમ પણ સ્થળ પર હાજર રહેશે. થ્રી ડી મેપ આધારે ડ્રોન-સીસીટીવીથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવશે. સાથે સાથે મહાનુભાવો-મુલાકાતીઓ માટે હાઇટેક મેપિંગના આધારે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિકમાં અવરોઝ ઊભો ન થાય તે માટે ગાંધીનગરના મુખ્ય માર્ગો પર ૩૪ ક્રેન પણ ગોઠવવામાં આવી છે. મહાનુભાવોના પ્રોટોકોલ માટે એરપોર્ટ પર જ ૭૦૦ જેટલા પોલીસ વાહનો ખડકી દેવાયા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત