Shruti Haasan સાથે લગ્ન નહીં કરવા અંગે શાંતનું હજારિકાએ આપ્યું નિવેદન
મુંબઈઃ સાઉથના એવરગ્રીન અભિનેતા કમલ હસનની દીકરી અભિનેત્રી શ્રુતિ હસન અને શાંતનું હજારિકાના રિલેશન વિશે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. શ્રુતિ અને શાંતનું બંને ઘણા સમયથી લીવ ઇન રિલેશનશિપમાં છે. શાંતનું એક ડૂડલ આર્ટિસ્ટ છે. હવે શાંતનુએ તેના અને શ્રુતિના લગ્નને લઈને મોટી વાત કહી હતી. આટલા સમય રિલેશનમાં રહ્યા હોવા છતાં કેમ તેઓ લગ્ન બંધનમાં બંધાયા નથી એ બાબતે પણ શાંતનું હજારિકાએ જવાબ આપ્યો હતો.
શાંતનું એ કહ્યું હતું કે હું લગ્ન અને ફક્ત નામ પૂરતા કરવા ઈચ્છતો નથી. હું વાસ્તવમાં રિલેશનને લગ્નના બંધનમાં બાંધવા માગતો નથી. વિશ્વાસ રાખતો નથી. હું એક આર્ટિસ્ટ હોવાથી મને સંબંધમાં કોઈ પણ પ્રકારનું બંધન જોઈતું નથી જેનાથી હું એક સીમામાં બંધાઈ જાઉં. લગ્ન એક ખૂબ જ પારંપારિક વિષય છે. હું આ પ્રકારના વિષયમાં વિશ્વાસ નથી રાખતો. કારણ કે તે હંમેશાં બદલાતું રહે છે. મે શ્રુતિ સાથે લગ્ન બાબતે કોઈ વિચાર કર્યો નથી. અમે જ્યાં પણ છે ખૂબ જ ખુશ છે. માત્ર આ વાત મારી માટે મહત્ત્વની છે.
શાંતનુંનું માનવું છે કે એક કલાકાર હોવાને કારણે તેનું કામ અને જીવન સામાજિક દ્રષ્ટિમાં રહે છે. એક આર્ટિસ્ટ પોતાના જીવનના અનુભવોથી પ્રેરણા લે છે. તેમના જીવનમાં થનારી ઘટના તેમની કલામાં જોવા મળે છે. કલા અને કલાકારને ક્યારેય જુદા પાડી શકતા નથી.
હું મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને લોકો શું વિચારશે એ બાબતે વધુ વિચારતો નથી. આ બાબતે મને ક્યારેય હેરાન કરી નથી. સોશિયલ મીડિયાની ટ્રોલિંગ અને ટીકાથી લડવામાં પણ મને કોઈ મુશ્કેલી આવતી નથી. સ્ક્રીનની પાછળ બેસલા કેટલા લોકોનેને હું ઓળખતો પણ નથી. તેઓ મારા વિશે શું વિચારશે એ બાબતેમાં હું પોતાનો સમય બગાડતો નથી, એવું શાંતનુ હજારિકાએ જણાવ્યું હતું.