સાંઈ બાબાને ભક્તે અડધો કિલો સોનાનો મુગટ કર્યો અર્પણ
શિરડીઃ સબકા માલિક એક અને શ્રદ્ધા સબરી સાઈ બાબાના દરબારમાં દેશભરમાંથી ભક્તો વિપુલ પ્રમાણમાં દાન આપે છે. મંગળવારે બેંગલુરુના એક સાંઈ બાબાના ભક્તે સાંઈ બાબાને લગભગ ૫૦૪ ગ્રામ વજનનો ૨૯ લાખ રૂપિયાનો સોનાનો મુગટ અર્પણ કર્યો છે. ભક્તો સાંઈ બાબાને પુષ્કળ પ્રમાણમાં દાન આપે છે, રોકડ દાનની સાથે મોટી માત્રામાં સોનું અને ચાંદી પણ પ્રાપ્ત થાય છે. નવા વર્ષ નિમિત્તે શિરડી આવેલા ભક્તોએ ૧૦ દિવસમાં ૧૬ કરોડનું દાન કર્યું હતું. બેંગ્લોરના સાંઈ ભક્ત ડો. રાજારામ કોટાએ સાંઈ બાબાને રૂ. ૨૯ લાખની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો. સોનું, ચાંદી અને અન્ય વિવિધ વસ્તુઓ સાથે ઘણું દાન આપે છે. ગયા મહિને ટીવીએસ કંપનીએ સવા ત્રણ લાખની ટુ વ્હીલર દાન સ્વરૂપે આપી હતી. આ ઉપરાંત ભુવનેશ્વરના એક ભક્તે સુવર્ણફૂલ અર્પણ કર્યુ હતુ. હવે બેંગ્લોરના કોટા પરિવારે ૨૯ લાખનો સોનાનો મુગટ દાનમાં આપ્યો છે.