મનોરંજન

પ્રિયંકા ચોપરા પંકજ ત્રિપાઠીની જીવનની ફિલોસોફીથી એટલી પ્રભાવિત થઈ કે…..

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ સ્ટાર બની ગયેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરાને કોણ નથી ઓળખતું અને એમ પણ તે ઘણીવાર પોતનો વ્યુ લોકો સમક્ષ મૂકતી હોય છે. પ્રિયંકાને પોતાનું જીવન પોતાની શરતો પર જીવવું ગમે છે. તે હંમેશા ખુલીને પોતાના દિલની વાત કરે છે.

ત્યારે હાલમાં જ પ્રિયંકા ચોપરાએ મિર્ઝાપુરના કાલિન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠીથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી. તેનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે જ પ્રિયંકા ચોપરાએ અભિનેતા પંકજ ત્રિપાઠીનો તે વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો જેમાં પંકજ ત્રિપાઠી જીવન જીવવાની તેમની ફિલોસોફી વિશે વાત કરી રહ્યા છે.

આ ઈન્ટરવ્યુમાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે તેમને શાંત જિંદગી જીવવી ગમે છે અને તેને વ્યસ્ત અને ઉતાવળવાળી જિંદગીમાં કોઈ રસ નથી. પ્રિયંકા ચોપરાએ આ વીડિયોમાં પંકજે જીવન વિશે આપેલા અભિપ્રાયને ખૂબજ પસંદ કર્યો છે.
નોંધનીય છે કે પ્રિયંકા અત્યારે પોતાના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી સાથે ખૂબજ સુંદર લાઈફ જીવી રહી છે, તે પોતાના કરિયર અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવી રહી છે.

તેને ઘણા પ્રસંગોએ કહ્યું છે કે જીવન જીવવા માટે સારો અભિગમ હોવો જોઈએ. પ્રિયંકાએ તેની વોલ પર પંકજનો તે વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે તે પંકજ ત્રિપાઠીના ધીમા જીવન જીવવાના વિઝન સાથે સંપૂર્ણ રીતે સહમત છે. તેમજ તેને જીવન જીવવાની આ રીતને જ સાચી રીત ગણાવી હતી.

પંકજ ત્રિપાછીનું કહેવું છે કે જિંદગીમાં વિરામ હોવો જોઈએ. કેમ ભાગવું? કેમ દોડવું? એ બધું તો થઈ જશે. શાંતિથી શ્વાસ લો અને શાંતિથી જીવો. પ્રિયંકા ચોપરાને આ વાત એટલી ગમી છે કે તેણે તેને આ બાબતને ડહાપણ ગણાવ્યું છે. તેણે આ પોસ્ટ સાથે હાથ જોડીને એક ઇમોજી પણ શેર કરી છે. તેમજ તેણે આ માટે પંકજ ત્રિપાઠીને પણ ટેગ કર્યા છે. જ્યારે પ્રિયંકા પણ છેલ્લી વાર મુંબઈ આવી હતી ત્યારે તેણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેનું કામ જ તેના માટે સર્વસ્વ નથી. તેના જીવનમાં હજુ ઘણું કરવાનું બાકી છે. હું ફક્ત મારા કામથી જ ઓળખાઉ તો યોગ્ય નથી મારી એક અલગ ઓળખ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button