મનોરંજન

સંજય દત્તની દીકરીએ 35 વર્ષે કહ્યું કે માતા બનવા માંગું છું…

બોલીવૂડના મુન્નાભાઈ સંજય દત્તની દીકરી ત્રિશલા 35 વર્ષની થઈ ગઈ છે અને તે હજી સુધી કુંવારી છે અને તે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. હાલમાં જ ત્રિશલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આસ્ક મી સેશન કર્યું હતું, જેમાં ફેન્સ દ્વારા પૂછવામાં આવેલા તમામ સવાલોના જવાબ સ્ટાર કિડ દ્વારા આપવામાં આવ્યા હતા.

આ જ સેશનમાં એક ફેને ત્રિશલાને પ્રેગ્નન્સી સંબંધિત સવાલ કર્યો હતો અને જેના જવાબમાં સ્ટાર કિડે એવું કંઈક કહ્યું હતું કે જે સાંભળીને તમે પણ એક સેકન્ડ વિચારતા થઈ જશો.

ફેન દ્વારા ત્રિશલાને પૂછવામાં આવ્યું હતું કે શું તું ક્યારેય બાળકને જન્મ આપવા માંગીશ, આને લઈને તારો શું પ્લાન છે? શું તારા મગજમાં કોઈ નામ છે? ફેનના આ સવાલના જવાબમાં ત્રિશલાએ ક્યૂટ પાંડાનો ફોટો પોસ્ટ કર્યો હતો અને ફોટોની સાથે એવું પણ લખ્યું હતું કે બાળકને લઈને મારો પ્લાન છે અને હું બાળકને જન્મ આપવા માંગુ છું. જો ભગવાને મારા બધુ પ્લાન કર્યું હશે તો… અને હા મેં એમના નામો પણ વિચારી રાખ્યા છે.

ફેનને આવો જવાબ આપીને સંજુબાબાની લાડલીએ એ વાત તો સ્પષ્ટ કરી દીધી છે કે જિંદગીમાં એક સમય આવ્યે તે માતા બનવાનું પસંદ કરશે, જોઈએ હવે તે ક્યારે ગુડન્યુઝ આપે છે.

અહીંયા તમારી જાણ માટે કે સંજુબાબાની આ લાડકી ન્યૂયોર્કમાં સેટલ છે અને તે પ્રોફેશનલી મનોચિકિત્સક છે. સંજુબાબા અવારનવાર દીકરી ત્રિશલાને મળવા અમેરિકા જાય છે અને ત્રિશલા પણ સંજુબાબાની બીજી પત્ની માન્યતા અને તેના બાળકો સાથે સારો બોન્ડ શેર કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button