આમચી મુંબઈ

લોનના પૈસા પાછા લેવા માટે યુવકે મહિલા પાસે કરી આ માગણી, નોંધાયો ગુનો

મુંબઈ: નવી મુંબઈમાં 29 વર્ષની મહિલાને આપેલા પૈસાની વસૂલાતના બદલામાં હેરાન કરવા અને અણછાજતી માગણી કરવાના આરોપસર એક રિકરવી એજન્ટની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પીડિત મહિલાના પતિએ માર્ચ 2021માં 4.79 લાખની લોન લીધી હતી. આ લોનની રકમની પીડિત કપલે 2022માં ચુકવણી કરી દીધી હતી. જોકે, લોનની રકમ ચૂકવ્યા છતાં 28 વર્ષના આરોપીએ પીડિત મહિલાને હેરાન કરી તેની પાસે વાંધાજનક માગણી કરી હતી.

નવી મુંબઈના રબાલે પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિત પરિવારે આરોપીને લોનની બધી રકમની ચુકવણી કરી હતી તેમ છતાં આરોપીએ પીડિત મહિલાની સાથે તેના પતિ અને દીકરાને પણ ધમકી આપી હતી. આરોપીએ ઘનસોલી વિસ્તારમાં મહિલાના ઘરે જઈને કથિત રીતે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને અણછાજતી માગણી કરી હતી. નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપીએ પીડિત મહિલા પાસેથી 4.96 લાખથી વધુ રકમ ચૂકવવા માટે તેના પરિવારને હેરાન કરી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ મામલે પીડિત મહિલાએ કહ્યું હતું કે આરોપી ગયા એક વર્ષથી તેમની સાથે આ પ્રકારનું ગેરવર્તન કર્યું હતું. મહિલાએ આરોપીની હરકતથી કંટાળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી સામે આઇપીસીની 386, 452, 354, 509 આ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ મહિલા સાથે કરવામાં આવેલી હરકત મામલે કલમ 506(2) અને 504ની હેઠળ પણ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. નવી મુંબઈમાં દેવાના પૈસાના બદલમાં એક યુવકે મહિલા પાસે આપત્તિજનક માગણી કર્યા પછી યુવક સામે કેસ નોંધાયા પછી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button