Bilkis bano case: એક પ્રોફેસર, એક રાજકારણી, એક પત્રકાર, આ 3 મહિલાએ બિલ્કીસ બાનોને ન્યાય અપાવવા લડત ચલાવી
નવી દિલ્હી: વર્ષ 2002ના ગુજરાત રમખાણ દરમિયાન બિલ્કીસ બાનો સાથે બાળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકારે આપેલી જેલમુક્તિની રાહતને ગઈ કાલે સોમવારે સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી, હવે બે અઠવાડિયાની અંદર દોષિતોએ સરેન્ડર કરવું પડશે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. બિલ્કીસ બાનોએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારતા કહ્યું હતું કે હવે હું મુક્ત હવામાં શ્વાસ લઇ શકીશ. બિલ્કીસને ન્યાય અપાવવા માટે ત્રણ મહિલાઓએ મહત્વનો ફાળો આપ્યો હતો.
લખનઉ યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગના નિવૃત્ત પ્રોફેસર રૂપ રેખા વર્મા, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(CPI)ના નેતા શિભાશિની અલી અને સીનીયર પત્રકાર રેવતી લૌલએ ગુજરાત સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી બિલ્કીસ માટે લડત ચલાવી હતી.
80 વર્ષીય પ્રોફેસર રૂપ રેખા વર્માએ, જેઓ સામાજિક કાર્યમાં પણ સક્રિય છે, તેઓ જેન્ડર ઇસ્યુ અને સાંપ્રદાયિક સંવાદિતા અંગે કામ કરતી સાજી દુનિયા નામની એક સંસ્થા ચલાવે છે.
પ્રોફેસર રૂપ રેખા વર્માએ જણાયું કે તેઓ લખનઉની ફ્લાઈટમાં બેસવા માટે દિલ્હી એરપોર્ટ પર હતા ત્યારે તેમને એક મિત્રનો ફોન આવ્યો, મિત્રએ તેમને પૂછ્યું કે શું તેઓ બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર કેસમાં દોષિતોની સજા માફી સામે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવા માટે અરજદાર બનશે? પ્રોફેસર વર્મા તુરંત સંમત થયા અને કો-પીટીશનર બનવા માટે બીજા દિવસે તેનું આધાર કાર્ડ કુરિયર દ્વારા મોકલી આપ્યું.
પ્રોફેસર રૂપ રેખા વર્માએ જણાવ્યું હતું કે “સંખ્યાબંધ સામાજિક કાર્યકરો અને પત્રકારો દોષિતોને માફી અંગે ચિંતિત હતા. પિટિશન ફાઈલ કરવાની યોજના હતી. તેઓએ મારો સંપર્ક કર્યો અને હું સંમત થઇ, કારણ કે હું પણ ગુજરાત સરકાર દ્વારા સજાની માફીથી ખૂબ જ પરેશાન હતી.”
CPI(M) ના નેતા સુભાષિની અલી 2002 માં સામૂહિક બળાત્કાર અને હત્યાના બે દિવસ પછી ગુજરાતમાં એક રાહત શિબિરમાં બિલ્કીસને મળ્યા હતા, ત્યાર તેઓ રાજ્યમાં AIDWA પ્રતિનિધિમંડળનો ભાગ હતા. તેમણે પહેલેથી જ અરજદાર બનવાનું નક્કી કરી લીધું હતું.
સુભાષિની અલીએ કહ્યું કે, “જ્યારે બિલ્કિસે પૂછ્યું મને કે શું આ ન્યાયનો અંત છે, ત્યારે મને આંચકો લાગ્યો હતો. મેં વિચાર્યું કે આપણે બધા શું કરી રહ્યા છીએ? અમે નસીબદાર હતા કે કપિલ સિબ્બલ, અપર્ણા ભટ અને અન્ય કેટલાક ખૂબ સારા વકીલો અમને મદદ કરી રહ્યા હતા.”
અરજી તૈયાર હતી અને બે અરજદારો પણ હતા. હવે, ત્રીજા અરજદારને શોધ હતી અને પત્રકાર રેવતી લૌલમાં જોડાયા.
પત્રકાર રેવતી લૌલે એક આખાબરને જણાવ્યું હતું કે “પીટીશનનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો અને મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. હું પહેલેથી જ માફીથી નારાજ હતી. હું ગુજરાતમાં એનડીટીવીની પત્રકાર હતી અને ઘટના બન્યા પછી બિલ્કિસને મળી હતી. મેં એનાટોમી ઓફ હેટ નામનું પુસ્તક પણ લખ્યું છે, હું અરજદાર બનવા માટે સહેલાઈથી સંમત થઇ.”
સુભાષિની અલીએ કહ્યું કે સજાની માફીનો નિર્ણય “ભયાનક” હતો. મને નથી લાગતું કે કોમી રમખાણોમાં પણ આવી નિર્દયતાની ઘટના નોંધવામાં આવી હોય. આ નિર્દયી કૃત્ય હતું, એક મહિલા સાથે સામૂહિક બળાત્કાર, બાળકો સહીત પરિવારની હત્યા કરવામાં આવી, માતાની સામે પુત્રી પર બળાત્કાર થયો. અમે ઘટનાના બે દિવસ પછી રાહત શિબિરમાં બિલ્કીસને મળ્યા હતા. તે ખૂબ જ પાતળી હતી અને ચાર મહિનાની ગર્ભવતી હતી. આ ગરીબ સ્ત્રીએ હિંમત બતાવી; તેનો પતિ પણ તેની પડખે ઊભો હતો. અને પછી કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર થયાના આઠ વર્ષ પછી આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા.”
તેમણે કહ્યું કે “દોષિત ઠર્યા પછી પણ તેમને નિયમિતપણે પેરોલ મળતા હતા. આઘાતજનક એ હતું કે સરકાર ગુનેગારોની સાથે સંપૂર્ણપણે નિર્લજ્જ રીતે ઉભી હતી. જ્યારેરે સરકારે પીડિત લોકો સાથે ઊભા રહેવું જોઈએ, જેઓ રક્ષણ માંગે છે.”
પીઆઈએલ દાખલ થયા પછી, પૂર્વ લોકસભા સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઈત્રાએ દોષિતોને માફી સામે સુપ્રીમ કોર્ટમાં અલગથી અરજી કરી. ભૂતપૂર્વ IPS અધિકારી મીરાં ચઢ્ઢા બોરવણકરે પણ માફી સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી.