તરોતાઝા

રમત

ટૂંકી વાર્તા – હસમુખ વાઘેલા

`આકૃતિ, હજુ કેટલીવાર? ઉતાવળ કરને! મોડું થાય છે, હમણાં સાંજ પડી જશે.’ મારુતિનું હોર્ન વગાડતાં આશ્લેશે બૂમ પાડી.
આકૃતિ બેગમાં કપડાં ભરી રહી હતી, સાથે સાથે ઠાંસી ઠાંસીને તેનું મન પણ!!

…લગ્ન બાદ હનીમૂનની તૈયારી કરતી આકૃતિ તે દિવસે પણ બેગ તૈયાર કરી રહી હતી પણ ઉતાવળો થયેલો આકાર આકૃતિનાં હાથમાંથી કપડાં ઝૂંટવી લેતો બૂમાબૂમ કરી રહ્યો હતો કેટલી વાર આકૃતિ?' બેગ બંધ કરી કશું રહી તો જતું નથી ને! ખાતરી કરવા ઊભી રહેલી આકૃતિને જોઈ છંછેડાઈ ગયેલો ને હાથ પકડી ખેંચી જતા આકાર બોલેલો:શું વિચાર છે આમ? મોડું થાય છે ને તું! આમને આમ તો સાંજ પડી જશે ને સૂરજ પણ આથમી જશે પણ તારો અંત નહીં આવે…’
`આકૃતિ…’

ફરી સંભળાયેલ બૂમથી ઝબકી.. વિચારતંદ્રા ખંખેરી બેગ બંધ કરી વિશાળ દીવાનખંડની વચ્ચે ઊભી રહી એક ક્ષણ. ફરીથી ભારેહૈયે અંતિમ નજર ફેરવી લીધી. ઘરનાં અસબાબ સાથે કેટલો લગાવ હતો ને છતાંય એને છોડીને – એ જ દીવાનખંડ, સોફા, ટીપોઈ, રસોડું, પેમથી ઉછરેલાં બાલ્કનીના કુંડા ને એ જ પથારી. વેદનાગ્રસ્ત નજર ફરી વળી ને ડુસકું મુકાઈ ગયું. મનોમન બબડી: હા, સાચે જ આકાર સાંજ પણ પડી ગઈ ને સૂરજ પણ...' રડું રડું ગઈ રહેલી આકૃતિએ હોર્ન સાંભળતાં જ ઉતાવળે પગ માંડ્યાં, પણ ઉંબરો ઓળંગતા સો - સો મણની લોખંડી સાંકળો જડી હોય તેમ પગ ભારેખમ થઈ ગયાં. મહાપયત્ને પગ ઉપાડી, ગળામાં બાઝેલો ડૂમો ખંખેરી મારુતિનો દરવાજો ઝડપભેર ખોલતાં બોલી:ચાલ આશ્લેષ, હવે એક ક્ષણ પણ વધુ રોકાવું નથી નહીંતર મોડું ગઈ જશે.’
આથમતી સંધ્યાના વેરણછેરણ તડકા વચ્ચે આસ્ફાલ્ટ સડક પર રેલાની જેમ સરી જતી મારુતિમાં અડોઅડ બેઠેલી આકૃતિનાં ગળે હાથ પરોવી, બીજા હાથે સ્ટીયરિંગ પકડી 5સન્ન ચિત્તે મારુતિ હંકારતો આશ્લેષ સ્ટીરિયોના ધીમા મ્યુઝિક વચ્ચે કશુંક ગણગણી રહ્યો હતો ને ક્યારેક ક્યારેક ત્રાંસી નજરે આકૃતિ સામે નજર માંડી લેતો હતો, પણ આકૃતિ હજુય ચુપચાપ, સુનમુન હતી. આશ્લેષ કંઈક કહેવા મથી રહ્યો હતો પણ આકૃતિનું મન તો હજી પછવાડે જ રહી ગયું હતું.

સડસડાટ ચાલ્યે જતી મારુતિમાં ઉદાસ બેઠેલી આકૃતિને હળવી બનાવવા પીઠ પર હળવે હળવે હાથ ફેરવી રહ્યો હતો આશ્લેષ. મૃદુ, હૂંફાળા સ્પર્શથી એક ક્ષણ બધુય ભુલીને આકૃતિ સ્પર્શની દુનિયામાં ખોવાઈ ગઈ. સવારે ખીલતા પોયણાની જેમ ચહેરો ખીલી ઊઠ્યો. બંધ આંખે શ્વાસ રોકી સ્પર્શનો રોમાંચ માણી રહી. માદક.. મૃદુ સ્પર્શ.. કોનો સ્પર્શ છે એ..!! આકારનો! આકાર મનનાં અગાધ ઊંડા દરિયામાંથી ફરી કિનારે આવીને બેસી ગયો. આકારનું સ્મરણ થતાં જ ઝબકી. આંખો ખોલીને જોયું તો આશ્લેષ પૂછી રહ્યો હતો:
ક્યાં ખોવાઈ ગઈ આકૃતિ?' ક્યાંય નહીં’

ફરીથી પોપચા ભારે બની બીડાઈ ગયાં ને આશ્લેષની છાતી ઉ5ર ઝૂકી પડી, પણ મનમાં ઉગેલા આકારના સ્મરણથી બેચેન બની ગઈ બંધ આંખે… ઓફિસેથી આકાર આવ્યો હશે. ઘરમાં પ્રવેશતાં જ બૂમો પાડતો હશે. હાથમાં સિનેમાની બે ટિકિટ હશે. અજે તો ફિલ્મ જોવા જવાનું હતું. દીવાનખંડ, રસોડું, બાથરૂમ બધેય ફરી વળ્યો હશે જે જ્યારે હું નહીં દેખાઉ ત્યારે… ખુલ્લો દરવાજો જોઈને શું સમજશે? ચારે તરફ શોધી, બૂમો પાડીને થાકતો સોફા પર બેઠો હશે. ચહેરો ઊતરી ગયો હશે. આમેય કેવો દયામણો ચહેરો છે તેનો! મને શોધવા ક્યાં ક્યાં ઝાંવા નાખશે ને તે છતાંય હું નહીં મળું ત્યારે..? ત્યારે તેને કિંમત સમજાશે. તેણે પણ મારી ક્યાં દરકાર રાખી હતી? ક્યારેક મારા હૈયામાં સર્જાતા ઉલ્કાપાત વિશે વિચાર્યું હતું ખરું? ક્યારેય જીવનની અધૂરપ પુરવાનો સમય મળ્યો હતો ખરો? બસ – તેને તો ચોવીસ કલાક બિઝનેસ, બિઝનેસ ને બિઝનેસ! એ સિવાય બીજી દુનિયા જ ક્યાં છે તેની? કોમ્પ્યુટર તેની પ્રિયા હોય તેમ દિવસમાં અઢાર – અઢાર કલાક તેની સામે બેસી રહે ને હું…
`આકાર સાથે કોઇ વાત થઈ હતી કે નહીં?’

`ના..હા..ના..’ અચાનક પુછાયેલા પ્રશ્નથી ઝબકીને આકૃતિ બોલી.
એકવાર આકાર પાસે સ્પષ્ટતા કરી લેવી જરૂરી તો હતી જ. આશ્લેષ સાચું કહેતો હતો આકાર આખીય વાતને ઊંધી દૃષ્ટિથી વિચારશે તો! તો શું ફરક પડશે? જે પત્નીને સાચવી શકવા સમર્થ ન હોય તેને આવું વિચારવાનો કોઈ હક્ક ખરો? આક્રોશથી મનોમન બબડી ઊઠી. મન ભરાઈ આવ્યું. ખુલ્લા મને રડીને હળવું થઈ જવું હતું પણ કેમેય કરી રડી શકાતું નહોતું, હયે ભાર વધી ગયો હતો ને કશુંક વિચારે ત્યાં તો-
આંચકો ખાઈને બમણી ગતિથી સીટમાં પછડાઈ – ગભરાઈને આશ્લેષને બાઝી પડતાં આકૃતિએ આંખો ખોલીને જોયું તો રસ્તાની વચ્ચોવચ્ચ મંથર ગતિએ કાચબો રસ્તો ઓળંગી રહ્યો હતો.
આકાર પણ કાચબા જેવો જ ને! કાચબાની મંથરગતિમાં આકૃતિને એક ક્ષણ આકાર કળાયો, તે પણ ક્યાં કોઇ વાતે ઉતાવળ કરતો. જાણે શીતળ હીમશીલા, ઉપરથી જડ – સખ્ત પણ અંદરથી નરમ.

કાચબો જાણે કે આકાર બનીને આકૃતિને રોકતાં કાલાવાલા કરી રહ્યો હતો. આકૃતિ રોકાઈ જા, પ્લીઝ! મારે ખાતર...' સાલ્લ્ાો’ મારુતિને વાળી લઈ આગળ લેતાં આશ્લેષ બોલ્યો.
કાચબો ડઘાઈને ત્યાં જ ઊભો રહી ગયો. આકૃતિ પાછળ વળી વળીને આકારને જોઈ રહી હતી.
ડ ડ ડ
ઘટ્ટ બનીને ફેલાયેલી અંધાર ભરી રાત્રીએ ફાઈવસ્ટાર હોટલમાં એરકંડિશનરૂમમાં બેઠેલી આકૃતિ ટિપોઈ ઉ5ર પડેલ મેગેઝિન ઉથલાવી રહી હતી. બાથરૂમમાં આશ્લેષનો ગણગણવાનો અવાજ શાવરના અવાજ સાથે ભળી જતો હતો. આકૃતિના હાથ અટકી ગયાં. મેગેઝિનની જાહેરખબરમાં ઘુમટો તાણીને બેઠેલી નવોઢા – ઘૂમટાથી ઢંકાયેલો અદૃશ્ય ચહેરો, હાથેપગે લાલચટ્ટક મેંદી અને સોળે સજેલા શણગાર. ધારી ધારીને નીરખી રહેલી આકૃતિને નવોઢામાં પોતાનું અસ્તિત્વ કળાયુંને ધીરે ધીરે આકૃતિ…

  • કોમળ ફૂલોની સેજમાં આકૃતિ સંકોરાઈને બેઠી છે, ઓરડો મહેંકી રહ્યો છે. આકારના આગમનની રાહ જોતી આકૃતિ મનોમન શોણલાં રચી રહી છે, દરવાજો ખુલ્યો. આકારના આગમનની સાથે જ માદકતા છવાઈ ગઈ, આવતાવેંત આકારે દીધેલ દિર્ઘચુંબનથી બહાવરી બનીને ચોંટી પડી. હળવો માદક સ્પર્શ, ચસોચસ ચુંબનની આપ-લે વચ્ચે ઢળાયેલ આંખે તે મનોમન હરખાઈ રહી હતી.

સુખની દુનિયામાં તે રાત્રિની સૌથી ધનાઢ્ય સ્ત્રી હતી. સશક્ત, સોહામણો, ઈર્ષાવર પોતાનાં હૈયાની અડોઅડ સમાયેલો હતો. એક સ્ત્રી માટે તેનાથી વધુ કયો આનંદ હોઈ શકે?
રક્તશીરામાં વહેતી નદી આગ બનીને દોડી રહી હતી, તીવ્ર વેગે, સ્પર્શના અફાટ દરિયામાં તે તરબોળ થઈને નાહી રહી હતી, તો પણ હવે તેની ધીરજ ખૂટી ગઈ હતી. પરિપૂર્ણ સ્ત્રી બનવા ક્યારનીય અધીરી થઈ ચૂકી હતી પણ આકાર તો આકૃતિના સંયમની પરીક્ષા લેતો હોય તેમ હળવી સ્પર્શ સુરખી ફેલાવતો, શાસ્ત્રીય સંગીતની ઝીણી સુરાવલીઓ વચ્ચે કશુંક અસંબદ્ધ અસ્પષ્ટ બોલ્યો જતો હતો.

મિલનની રાતે આકૃતિને કોઈ દિલચશ્પી ન હતી આવા ક્ષુલ્લક સંવાદોમાં. તે તો મનોમન ઈચ્છતી કે ક્યારે આકાર તેના શરીરને.. મૃદુ સ્પર્શ ભીંસ બનીને જડાઈ જાય તેનો રોમેરોમમાં. આકૃતિના હૈયે અપેક્ષાઓનો અદમ્ય ઘુંઘવાટ ઊભરાઈ રહ્યો હતો, જ્યારે બીજી તરફ સ્વસ્થ ચિત્તે ફક્ત વાતો જ કરી રહ્યો હતો આકાર! મનોમન અકળાઈ રહી હતી આકૃતિ.
હૈયાનાં મિલનની પ્રથમ રાત્રે વાતો કરતો કરતો આકાર ક્યારે સૂઈ ગયો તેની ખબર જ ન પડી. સજળ લાલઘુમ નેત્રે ઉજાગરો વેઠીને આકૃતિ બેસી રહી. સળગતું યૌવન અડોઅડ હોવા છતાં નિસ્પૃહ બનીને પડખાંભેર નચિંતપણે આકાર ઘોરતો હતો, જ્યારે મનમાં શોણલાંને હૈયાસોતા દબાવી ચૂતી આંખે આકૃતિ પડખાં ઘસી રહી હતી. જે ક્ષણની ઝંખના હતી તેના આગમન પહેલાં જ સવાર પડી ચૂકી હતી ને સમુદ્રને મળ્યા વિના રહી ગઈ હતી સરિતા દરિયાની રેતીમાં જઈને ઊભેલી સરિતાને નહોતો દરિયો પકડી શક્યો કે નહોતું સરિતાથી સામે દોડાયું. આકૃતિનાં આંસુઓથી બીછાનું ભીંજાઈ ગયું હતું.

સવાર પડતાં જ રાત ઊગવાની રાહ જોતી આકૃતિ ઉદાસ ચહેરે બેસી રહેતી. સાંજના ઓંળા ઉતરી આવતાં જ મનમાં આવેગોના ઘોડા હણહણતાં. રક્ત ગરમ ગઈ જતું ને સમાઈ જવા મન તડપી ઉઠતું, બે કાંઠે છલોછલ છલકાતી સરિતા આખેઆખી ઠલવાઈ જવા અધિરી, આતુર બનતી પણ રાતના અંધકારમાં હૈયામાં ઊગતો ડંખ નિત્યક્રમ બની ચૂક્યો હતો. હૈયું કોરું રહી જતું, સવાર પડી જતી. માથામાં નાખેલ ગજરો ચીમળાઈ જતો, હૈયે ચચરાટ વ્યાપતો, પણ ન તો આકૃતિ કશું બોલી શક્તી, ન તો આકાર કશું સમજાવી શક્તો! ધીરે ધીરે ટેવાઈ ગયેલી આકૃતિ બપોરની એકલતાની પળોમાં બેઠી બેઠી વિચારતી: કદાચ આકારમાં...?' બાથરૂમનો દરવાજો ખુલ્યો ખુશ્બુદાર સૌરભ રૂમમાં ફેલાઈ ગઈ. ઉઘાડા ડિલી ટુવાલમાં વીંટાળાયેલો આશ્લેષ નાહીને બહાર આવ્યો. આશ્લેષની વિશાળ છાતીમાં ફેલાયેલું કાળું ભમ્મર કેશ વન જોઈ એક ક્ષણ ઉત્તેજીત થઈ બાઝી પડવા જતી હતી ત્યાં જઆકૃતિ, થોડી ફ્રેશ થઈ આવ, બાથરૂમ ખાલી છે’ શરમાઈને આકૃતિ બાથરૂમમાં ભરાઈ ગઈ.
શાવર નીચે ઊભેલી નિરાવરણ આકૃતિની નજર આદમકદ અરીસા ઉપર પડી. પહેલીવાર એકીટશે દેહલતા નીરખી ને પછી હસીને શરમાઈ ગઈ. શાવરના ધોધ સાથે મનમાં હરખની હેલી ઉઘડી, વહી જતાં જળને તે એકીટશે નીરખી રહી.. આશ્લેષ ન મળ્યો હોત તો-?, એમ વિચાર ફૂટ્યો તેના મનમાં.

…એક ઢળતી સાંજે આશ્લેષ આવ્યો હતો. આકારની હાજરીમાં તો ઘણીવાર આવતો ને કલાકો સુધી બંને ગોષ્ટી કરતાં. સુખી દાંપત્યજીવનમાં વખાણ કરતાં આશ્લેષ થાકતો નહીં ને આકૃતિના હાથની ચા પીધા વિના ક્યારેય જતો નહીં… રેલાની જેમ સ્મૃતિઓ પણ સર્યે જતી હતી… આકારની ગેરહાજરીમાં આશ્લેષના આગમનથી આકૃતિ થોડી ચમકેલી. આશ્લેષ કહેતો હતો: `આકારે જ કંપની આપવા મોકલ્યો છે!’
રાત્રિનું નિરવ વાતાવરણ ઘટ્ટ થઈને ફેલાયું. નિર્દોષ હસીમજાક પછી થાકીને બંને બેઠા હતાં. ચુપકીદી વીંટળાઈ વળી હતી. ચાનો કપ ધરતાં આશ્લેષનાં અજાણ્યા પુરુષ સ્પર્શથી ઝણઝણાટી ફેલાઈ ગઈ આકૃતિનાં રોમેરોમમાં એકાંતમાં અજાણ્યાં પુરુષ સ્પર્શથી ફરી એકવાર આકૃતિમાં જાગૃત થઈ ઊઠી એક સ્ત્રી. ચિનગારી ભડકો થઈ ઊઠી. નસો ફાટુફાટુ થઈ રહી. સાચવી રાખેલ સંયમની પાળ અચાનક ફાટી પડી ને…

કોમળ સૂર્યનાં કિરણ સવારે ચહેરા પર પડતાં જ આકૃતિ જાગી ઊઠી, ત્યારે જ ખબર પડેલી કે સુખ ભરેલા સાગરમાં માથાબોળ નાહીને ઊઠી હતી. આકારના ઘરમાં પ્રવેશેલી આકૃતિ પોતે ક્યારેય પરિપૂર્ણતા નહીં થાય એમ માની બેઠેલી, પણ અચાનક સુખ ક્યાંથી ફૂટી નીકળ્યું ને છલકાઈ ગયું તેની ખબર જ ન પડી. જીવનની અદમ્ય ઝંખના પૂરી થઈ હતી.
આકારની અનુપસ્થિતિમાં આશ્લેષને મળવા મનમાં ઘોડા દોડાદોડ કરતાં પણ આ સુખ કેટલી ક્ષણ? દરિયા કિનારે સંધ્યાટાણે ત્રસ્તચહેરે આકૃતિ અકળાઈને બોલી: `આશ્લેષ, કેટલાં દિવસ આ રીતે સંતાકૂકડી રમતા રહીશું? ચોરીછુપીથી મળતાં રહીશું? ચાલને આપણે દૂર દૂર ક્યાંક ચાલ્યા જઈએ, જ્યાં આકાર નામનો પડછાયો પણ ન હોય બસ તું ને હું આપણી વચ્ચે બીજું કોઈ જ નહીં.’

આકૃતિ, ચોરીછુપીથી ભાગી જવું કાયરતા છે, આકાર મારો મિત્ર તારો પતિ છે, તું એની સાથે એકવાર શાંતિથી વાત તો કરી જો.' વાત કરવાનો કોઈ અર્થ નથી આશ્લેષ! અર્થના અનર્થ થઈ શકે છે, તું આકારની ચિંતા છોડ, બોલ ક્યારે જઈશું?’
`તો બસ – આવતી કાલે સાંજે જ.’
મિલનની એ ક્ષણો આંગણે આવીને ઊભી હતી. સુગંધીદાર પરફ્યુમનો છંટકાવ કરી આકૃતિ બાથરૂમમાંથી બહાર આવી. હાથમાં જામ લઈ આશ્લેષ આકૃતિનો ઈંતજાર કરી રહ્યો હતો. ભીંજાયેલી આકૃતિને જોતાં જ આશ્લેષ બહાવરો બની, ઉતાવળે પેગ ગટગટાવીને આકૃતિને બાઝી પડ્યો. આકૃતિ પણ આ ક્ષણની રાહ જોતી હોય તેમ વેલ બનીને વીંટળાઈ વળી, ભીંજાઈ ગઈ. શરીરના અણુએ અણુમાં કાળોતરો ફરી વળ્યો હતો, નીરવતામાં સંભળાઈ રહ્યાં હતાં ફક્ત શ્વાસોશ્વાસ!

આકૃતિને તો મન ભરીને સમાઈ જવું હતું. અતૃપ્ત ઝંખનાને ફંગોળીને પામવી હતી તૃપ્તિ, રમત બન્ને બાજુ મંડાઈ ચૂકી હતી. ધબકારા વધી ગયાં. શરીરમાં વહેતી અસંખ્ય નદીઓમાં એક સામટા પૂર ઉમટ્યાં હતાં. ચરમે પહોંચવા મન વ્યાકુળ થઈ ઉઠ્યું, અંદરથી ઉઠતો રવ એકી અવાજે પોકારી રહ્યો, તોડી નાખ સઘળા બંધન, સ્વરૂપ બનાવી દે મને બંધ આંખે આકૃતિ અનુભવી રહી હતી, કેટલો અદ્ભુત રોમાંચ, કેવો માદક સ્પર્શ… પણ આવો જ સ્પર્શ તો આકારનો પણ…! મિષ્ટાનમાં કાંકરી આવતાં જ હાક્થુ…, આકારનું સ્મરણ થતાં જ મન પોકારી ઉઠ્યું. ના… ના… આ તો આશ્લેષ! ખુલ્લી આંખે જોયું તો આશ્લેષ રમત કરી રહ્યો હતો. ફરીવાર આકૃતિ રમતમાં જોડાઈ, શૂળ જેવી તીવ્ર અણી… ભોંકાઈ. ઓહ્, ફરી આકાર સ્મરી ઊઠ્યો. ચીત્કારી ઊઠી. ભૂલવા પ્રયત્ન કરતી રહી તેમ વધુ ને વધુ તીવ્ર ગતિએ ઊપસી ઉઠ્યો. આંખો મીંચીને પડી રહી આકૃતિ… તે રાત્રે આકાર પણ આવો જ મન્મથ બન્યો હતો. ન જાણે કેટલાંય વર્ષોની ભૂખ ભાંગવી હોય તેમ.. અંતિમ રચણની ઘડી… મનમાં મનોરથ પૂર્ણ થવાની ઘડી હતી એ, ત્યાં જ… ત્યાં જ આકાર ઉઠીને બહાર ચાલ્યો ગયો હતો…
ઓહ્! આટલી ક્રૂરતાથી કોણ ભીંસી રહ્યું છે, વધતી જતી ભીંસની સાથેસાથ પીઠ પર ઉઝરડા ફેલાયે જતા હતાં. સ્પર્શ અસંખ્ય શૂળો બનીને ભોંકાઈ રહ્યો હતો.

…આકાર ઉઠીને ચાલ્યો તો ગયો હતો પણ પછી નાનકડું બાળક રડે તેમ છાતીમાં મોં છુપાવીને રડી પડેલો…
આકૃતિ બંધ આંખે ઘડીકમાં આકારની તો ઘડીકમાં આશ્લેષની સોડમાં ભરાઈ જતી. ઘડીકમાં ક્રૂર પંજો ફરી વળતો તો ઘડીકમાં અનુભવાતો મુલાયમ સ્પર્શ.
…શું આકાર રડ્યો ન હોત તો પણ હું ન સ્વીકારત તેને! આકાર મને પ્રસન્ન રાખવા શું શું નહોતો કરી છુટતો? રોજ કંઈ ને કંઇ ભેટ સોગાદ, પાર્ટી, ક્લબને ઘરમાં પ્રવેશતાં જ પ્રેમભર્યેા મીઠો બોસો! થોડી અધૂરપ સિવાય શું નહોતું તેની પાસે!
વારે-ઘડીએ મન આકાર – આશ્લેષમાં ભરાઈને, અણીદાર શૂળ ખૂંચી જતાં નીકળી જતી ફુગ્ગાની જેમ, ઊડી ગયું. ઉત્તેજના ક્યારનીય અદૃશ્ય થઈ ગઈ. શરીર જાણે બરફનો ટુકડો બની ગયું.

દેહ પર ભાર વધી ગયો હતો. ગતિ પરાકાષ્ઠાએ પહોંચી હતી, પણ હવે તેમાં નહોતી કોઈ અભિલાષા, ચોતરફ આકાર છવાઈ ગયો હતો અદૃશ્ય શબ્દરૂપે. બીજી તરફ તીવ્ર નહોરીયાભરી રહ્યો હતો આશ્લેષ!
શબવત આકૃતિ મનોમન વિચારી રહી હતી ક્યો પુરુષ ઉત્તમ? આત્મા અસ્તિત્વ છિન્નભિન્ન કરી નાખે તે કે તેના સૌન્દર્યને નાજુક કળીની જેમ સાચવે તે? શું ફક્ત આટલા માટે જ…

બીજી જ ક્ષણે, આશ્લેષને તીવ્ર અણગમાથી હડસેલો મારી દોડતી આકૃતિ બાથરૂમમાં ભરાઈ ગઈ, આશ્લેષ બાથરૂમનો દરવાજો ખખડાવી રહ્યો હતો પણ આકૃતિ તો ખુલ્લા શાવર નીચે, હાંફતા શ્વાસે, વર્ષોથી બાઝેલા મેલને ધોઈ રહી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…