મનોરંજન

Aalia Bhattના એ Blue Outfitની કિંમત સાંભળશો તો આંખો પહોળી થઈ જશે…

Aalia Bhatt ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે તે જ્યાં પણ જાય છે ક્યાં માહોલ એકદમ ખુશનુમા બનાવી દે છે અને તે સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં પણ રહે છે પછી તે એના લૂકને કારણે હોય કે કોઈ વિચિત્ર હરકતને કારણે હોય. રીલ લાઈફ જ નહીં રિયલ લાઈફમાં પણ આલિયા પોતાની લાઈફ એકદમ મજાથી અને આનંદમાં જીવે છે. અત્યારે આલિયા ભટ્ટ ફરી એક વખત ચર્ચામાં આવી છે અને એનું કારણ છે તેનો Blue Colourનો Outfit…

જી હા, આલિયા ભટ્ટનો આ બ્લ્યુ કલરનો આઉટ ફિટ તેની કિંમતને કારણે ચર્ચામાં આવ્યો છે. આ આઉટફિટ તેણે પતિ રણબીર કપૂરની ફિલ્મ Animalની સક્સેસ પાર્ટીમાં પહેર્યો હતો. દેખાવમાં એકદમ સિમ્પલ લાગતા આઉટફિટની કિંમત સાંભળશો તો તમે પણ ખુદ ચોંકી ઉઠશો. આલિયા જ્યારે રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ની સક્સેસ પાર્ટીમાં પહોંચી ત્યારે બધાની નજર તેના પર ટકેલી હતી. આલિયાએ જેટલા ગ્રેસફૂલી પાર્ટીમાં એન્ટ્રી કરી હતી એ જોવું ખરેખર ઈન્ટ્રેસ્ટિંગ છે.


આલિયા ભટ્ટે ‘એનિમલ’ની સક્સેસ પાર્ટીમાં એવો કિલર લુક કેરી કર્યો કે બધા તેની સામે જોતા જ રહી ગયા. દેખાવમાં એકદમ સિમ્પલ બ્લ્યુ કલરનો આઉટફિટ એટલો મોંઘો છે કે તેમાં મોંઘોદાટ આઈફોન આવી જાય. ચાલો તમને જણાવીએ કે આખરે આ ડ્રેસ કઈ બ્રાન્ડનો હતો અને એની કિંમત શું છે?

બ્લ્યુ કલરનો આ સાટિનનો ડ્રેસ ફેમસ લક્ઝરી બ્રાન્ડ રસારિયોનો છે અને આ બ્લુ કટઆઉટ ડ્રેસની કિંમત આશરે દોઢ લાખ રૂપિયા છે. ડિઝાઇનરની વેબસાઇટ પર આલિયાના ડ્રેસની કિંમત 1820 ડોલર એટલે કે 151408 રૂપિયા જણાવવામાં આવી છે.

ચોંકી ગયા ને કે આલિયા ભટ્ટના આટલા આ મોંઘાદાટ ડ્રેસ વિશે જાણીને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button