નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતને લઈને માલદીવના ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી આ મુદ્દે હજુ પણ ભારતમાં વિવિધ સેલિબ્રિટીઝે પણ માલદીવનો બહિષ્કાર કર્યો છે. માલદીવના પ્રધાનોની એક મોટી ભૂલને કારણે આગામી વર્ષોમાં સમગ્ર પર્યટન ઉદ્યોગ સહિત અર્થતંત્ર પર જોખમ ઊભું કરી શકે છે.
માલદીવના પ્રધાનો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ટાપુઓના દેશને સૌથી મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. માલદીવ આ દેશ 26 ટાપુઓના સમૂહથી બનેલો છે, જે ભારતના લક્ષ્યદ્વીપ ટાપુની ઉત્તર-દક્ષિણ ભાગમાં આવેલો છે. આ ટાપુ ભારતથી 300 નોટિકલ માઈલ જેટલા અંતરે આવેલો છે. માલદીવની વસ્તી વિશે વાત કરીએ તો આ એશિયા ખંડનો સૌથી નાનો દેશ ગણવામાં છે, જેમાં 5,15,122 લોકો રહે છે.
માલદીવની અર્થવ્યવસ્થા મોટેભાગે તેના પર્યટન પર આધારિત છે. પર્યટનને લીધે માલદીવને જીડીપી અને વિદેશી ચલણ મળે છે. માલદીવની જીડીપીનો ચોથો ભાગ પર્યટન વ્યવસાયમાંથી મળે છે. પર્યટનને લીધે જ અહીના લોકોને રોજગાર વગેરે મળી રહે છે. માલદીવના કુલ રોજગાર અને આવકમાં 70 ટકા જેટલો ભાગ પર્યટન ક્ષેત્રમાંથી આવે છે.
મળતી માહિતી મુજબ ગયા કેટલાક વર્ષોમાં માલદીવની મુલાકાત લેતા ભારતીયોની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો દર વર્ષે ભારતમાંથી માલદીવ જનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. 2023માં 1.93 લાખ ભારતીય પર્યટકોએ માલદીવ ફર્યા હતા. એના સિવાય 2021 અને 2022માં અનુક્રમે 2.91 લાખ અને 2.41 લાખ ભારતીય પર્યટકો ગયા હતા. 2020માં કોરોના મહામારીને કારણે સૌથી ઓછા લોકો પહોંચ્યા હતા. 2019માં 1.80 લાખ લોકોએ મુલાકાત લીધી હતી.
ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ખૂબ જ જૂના અને સારા હોવા છતાં આ માલદીવના પ્રધાનોની ટિપ્પણીની માલદીવની સરકાર દ્વારા જ જાહેરમાં નિષેધ કરવામાં આવ્યો છે. 1965માં માલદીવને આઝાદી મળ્યા બાદ ભારતે આ માલદીવમાં સૈન્ય, વ્યૂહાત્મક, ટૂરિઝમ, આર્થિક, ઔદ્યોગિક, આરોગ્ય અને સંસ્કૃતિ જેવી સગવડો પૂરી પાડી હતી એની સાથે જ ભારતે યુદ્ધમાં પણ માલદીવને મદદ કરી હતી, અને કોરોના મહામારી દરમિયાન વેક્સિન પણ મોકલી હતી. આ ઉપરાંત, 2010ની સુનામી, 2014માં જળસંકટને કારણે માલદીવને મદદ કરી હતી. 2018માં ભારતે માલદીવને 140 કરોડ ડોલરની આર્થિક મદદ કરી હતી. માલદીવના લોકોને રોજગારી માટે પર્યટન પર સૌથી મોટી નિર્ભરતા છે. પર્યટન ક્ષેત્રનું એક તૃતિયાશથી વધુ યોગદાન છે. કુલ રોજગારી (પ્રત્યક્ષ યા પરોક્ષ)માં પર્યટન ક્ષેત્રનું 70 ટકાથી વધારે યોગદાન છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને