મરણ નોંધ

જૈન મરણ

લાટારા નિવાસી શા. જયંતીલાલ કુંદનમલજી માંડોત જેડીની પુત્રવધૂ ચેતના વિનોદ માંડોત (ઉં. વ. 40) તે તા.8-1-24ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. તેઓ કૈનમ અને આયુષના માતુશ્રી. તેઓ નિકિતા-સંજય અને રૂચી-રાજેશના ભાભી. તે ક્રિશી, જીની, કવિશના મોટા કાકી. પિયરપક્ષે ખિમેલના શા. બાબુલાલ પુખરાજ પારેખ. બન્ને પક્ષોની પ્રાર્થનાસભા તા. 10-1-24ના બુધવારના 9થી 11, 1લે માળે, લુહાર સુથાર વાડી, અંબેમાં મંદિરની બાજુમાં, કાર્ટર રોડ 3, બોરીવલી (પૂર્વ).
ક.દ.ઓ. જૈન
ગામ-તેરા, હાલે-મુલુંડના અ.સૌ. સ્વ. રીના (રશ્મિ) વીરેન્દ્ર ચાંપશી લોડાયા (ઉં.વ. 61) શનિવાર, તા. 6-1-24ના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. જમકુબાઈ ચાંપશી લોડાયાના પુત્રવધૂ. વીરેન્દ્રના ધર્મપત્ની. જય અને હીનલના માતુશ્રી. જાનકી અને પ્રતિક વિજય ખોનાના સાસુજી. આયરાના દાદીમા. સામાપક્ષે સ્વ. શુશીલાબેન મણિલાલ કુંવરજી દંડ (બાયઠ)ના દીકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 9-1-24ના 5.30થી 7.00 શ્રી જીવરાજ ભાણજી હોલ, અશોક નગર સોસાયટી, નાહુર રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કાંમળિયા ભંડારિયા નિવાસી હાલ મુલુંડ સ્વ. નિર્મળાબેન મનસુખલાલ દિપચંદ વેજાણીના સુપુત્ર મુકેશભાઈના ધર્મપત્ની અ.સૌ. જયશ્રીબેન (ઉં.વ. 62) તા. 7-1-24, રવિવારના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. ડિમ્પી, હાર્દિકના માતુશ્રી. તે સ્વ. અરુણા જગદીશભાઈ, સ્વ. ઉષા રમેશભાઈ, સુરેખા મહેશભાઈ, ચેતના ભરતભાઈ, ભારતી મનોજ વેજાણી તથા નિતા હિતેશ વેજાણીના ભાભી. તે પિયર પક્ષે તણસા નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. ડૉ. રાજેન્દ્ર બાલુભાઈ વોરાની બહેન. બન્ને પક્ષની સાદડી તા. 9-1-24, મંગળવાર 5થી 7 સરનામું: મુકેશ વેજાણી 202, નિર્મળ પ્રીતિ, બી.પી. ક્રોસ રોડ નં.4, દેવિદયાલ રોડ, દેવિદયાલ ગાર્ડનની બાજુમાં, મુલુંડ (વેસ્ટ).
દશા શ્રીમાળી જૈન
મહેસાણા નિવાસી, હાલ અંધેરી વર્ષા અનિલભાઈ પરીખના સુપુત્ર ભાવિનની ધર્મપત્ની નિયતી (ઉં.વ. 34) તા. 5-1-24, શુક્રવારના અરિહંત શરણ પામેલ છે. તે નીરુબેન હરકિશનદાસ પરીખના પૌત્રવધૂ. બીજલ હેમીન મરચંટના ભાભી. પિયર પક્ષે કિરણબેન નીતિનભાઈ તેલંગના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સિહોર નિવાસી હાલ ડોંબીવલી સ્વ. તારાબેન વસંતરાય મુળચંદ શાહના સુપુત્ર વિનોદભાઈ, (ઉં. વ. 62) તા. 7-1-24 ના અરિહંતશરણ પામેલ છે. તે નિલમબેનના પતિ. ભુમિકના પિતાશ્રી. જીતુભાઈ, ભરતભાઈ, ઉત્તમભાઈ, હરીશભાઈ તથા વર્ષાબેન પ્રવિણકુમારના ભાઈ. રસીલાબેન, મીનાબેન, જયશ્રીબેન, ઈલાબેનના દિયર, પિયરપક્ષે ભિખાલાલ ઉમેદચંદ દોશી, વાલર (દાઠા)ના જમાઈ (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) સ્થાન- એ-22, સીમ્પલ કો.હા. સો.લી., રામવાડી, માનપાડા રોડ, ચિરાયુ હોસ્પીટલની બાજુમાં, ડોબીંવલી (પૂર્વ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુર (ભાટીયાશેરી -2) માતુશ્રી મંજુલા ધારશી દેઢીયા (ઉં. વ. 78) મુંબઇમાં 7-1-24ના અવસાન પામેલ છે. હાંસબાઇ ગોસર દેવરાજના પુત્રવધૂ. સ્વ. નિલેશ, મયુર, વૈશાલીના માતુશ્રી. ધારશીના પત્ની. નાંગલપુરના સુંદરબાઇ દેવજી નરશી વીરાના પુત્રી. મોટા આસંબીયાના વેજબાઇ જેઠાલાલ, કારાઘોઘાના મણીબાઇ દામજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મયુર દેઢીયા, એસ.એસ. પાટીલ ચાલ, બાભઇ નાકા, ગલી નં. 2, બોરીવલી (વેસ્ટ), મુંબઇ-92.
લુણીના માતુશ્રી વેલબાઇ રતનશી સોની (ઉં. વ. 98) તા. 6-1-24ના મુંબઇમાં અવસાન પામેલ છે. ખેતામા વરજાંગના પુત્રવધૂ. રતનશીના ધર્મપત્ની. કુંવરબાઇ કાનજી ગલીયાના સુપુત્રી. મનસુખ, રમેશ, હેમલતા, લક્ષ્મી, લીલાવંતી, સુશીલા, દમયંતી, કંચનના માતા.પ્રા. કરસન લધુ નિસર હોલ, દાદર, ટા. 4 થી 5.30.
દિગંબર જૈન
શ્રી ચૈતન્ય મુલચંદ તલાટી, (ઉં. વ. 83) 6/1/24 ના દેહ પરિવર્તન કર્યું છે. તે સ્વ. સુધાબેન તલાટીના પતિ. અપૂર્વ, અક્ષયના પિતા. મિતા, શીતલના સસરા. તનિષા, અલીશા, યશના દાદા. શ્રેણિકભાઈ, પૂર્ણિમાબેન, સ્વ. નિરૂપમાબેન, સુવર્ણાબેન, સિદ્ધાર્થભાઈના ભાઈ. પ્રાર્થનાસભા રાખી છે, 9-1-2024 સાંજે 5.30 થી 6.30 સેવા સદન હૉલ, ગામદેવી પોલીસ સ્ટેશનની બાજુમાં.
વિશા ઓશવાળ જૈન
બામણવા નિવાસી (હાલ કાંદિવલી) સ્વ. જાસુદબેન અમથાલાલ મણીલાલ શાહના સુપુત્ર શ્રી મહેન્દ્રકુમાર (મનુભાઈ) (ઉં. વ. 86) તે સ્વ. ધર્મિષ્ઠાબેનના પતિ. પરેશા, કેતન, ઉદયના પિતા. સ્વ. જશીબેન પ્રેમચંદ માણેકલાલ શાહ (વડનગર)ના જમાઈ. સ્વ, રસિકભાઈ, મહેશભાઈ, હસમુખભાઈ, દિલીપભાઈ, સ્વ સવિતાબેન, કાંતાબેન, સુશીલાબેન, સુભદ્રાબેનના ભાઈ શુક્રવાર તા. 5/1/24ના અરિહંતશરણ પામેલ છે. રહેઠાણ: બી/602, બાદશાહ રેસીડેન્સી, પારેખગલી, કાંદિવલી (વેસ્ટ), (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).
શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાવાસી જૈન
સ્વ. ચંદુલાલ કસ્તુરચંદ શાહના પુત્ર અને સ્વ. હીંમતલાલ કેશવલાલ શાહના જમાઈ, બોટાદ નિવાસી હાલ મુંબઈ, શ્રી મહેશભાઈ શાહ, (ઉં. વ. 68) તા. 7-1-24ના અરિહંતશરણ પામેલ છે. પત્ની મીનાબેન મહેશભાઈ શાહ, પુત્ર-પુત્રવધૂ- ડૉ. સિદ્ધાર્થ-ડૉ. સુરભી અને ડૉ. મિહીર -ડૉ.ઈશા, પૌત્ર-પૌત્રી-વિવાન અને વિઆના, ભાવયાત્રા તા. 9-1-24, 10.00, પારસધામ, ઘાટકોપર ઈસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button