મનોરંજન

બચ્ચન પરિવારની લાડલીને આખરે કઈ વાતનું છે દુઃખ? ખુદ કર્યો ખુલાસો…

બચ્ચન પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું પાવરફૂલ ફેમિલી છે કે જેના વિશે લોકો જાણતા જ હોય છે, પરંતુ આ પાવરફૂલ ફેમિલી છેલ્લાં કેટલાક સમયથી નહીં નહીં એવા કારણોસર ચર્ચામાં રહે છે. હવે ફરી એક વખત આ પરિવાર લાઈમલાઈટમાં આવ્યો છે, પણ આ વખતે આ પરિવાર ચર્ચામાં આવ્યો છે તેમની લાડકવાયી દીકરી શ્વેતા બચ્ચન-નંદાને કારણે.

શ્વેતા દ્વારા કરવામાં આવેલા એક સ્ટેટમેન્ટમાં જ બચ્ચન પરિવારની આ લાડકી દીકરી દુઃખ ઝલકાઈ રહ્યું છે. હવે તમને થશે કે ભાઈસાબ બચ્ચન પરિવારની લાડકીને તો વળી કઈ વાતનું ઓછું આવ્યું, એને તે શું દુઃખ આવી પડ્યું, બરાબર ને? થોડી ધીરજ ધરો એના વિશે જ અમે વાત કરવા જઈ રહ્યા છીએ.

જી હા, વાત જાણે એમ છે કે શ્વેતાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની આ દુઃખભરી કહાની જણાવી હતી. શ્વેતાએ કહ્યું હતું કે આઈ એમ નોટ એ ફાઈનાન્શિયલી ઈન્ડિપેન્ડન્ટ પર્સન… શ્વેતાનું એવું માનવું છે કે તે હજી પણ આર્થિક રીતે સ્વતંત્ર નથી અને કદાચ આ જ કારણ છે કે તેણે પોતાના દીકરી નવ્યા અને દીકરા અગસ્ત્યને લગ્ન માટે એમના એકાઉન્ટમાં પૂરતા પૈસા હોવા જોઈએ એવી સલાહ પણ દેખાડી છે.

એક માતા તરીકે જોઈએ તો શ્વેતા પોતાના બાળકોને સેલ્ફ મેડ બનાવી રહી છે. શ્વેતાને સતત એ વાત કોરી ખાય છે કે તે ફાઈનાન્શિયલ ઈન્ડિપેન્ડન્ટ નથી અને એટલે જ તેણે પોતાના સંતાનોને પોતાની ભૂલ રીપિટ ના કરવાની સલાહ પણ આપી દીધી છે.

અહીંયા તમારી જાણ માટે કે શ્વેતા પતિ નિખિલ અને સાસરિયાઓથી દૂર પિતા અમિતાભ બચ્ચન અને માતા જયા બચ્ચન સાથે મુંબઈમાં રહે છે. શ્વેતાનો ખુદનો બિઝનેસ પણ છે અને એનો બિઝનેસ પણ ઠીકઠાક ચાલી રહ્યો છે, પણ તેમ છતાં તે ફાઈનાન્શિયલી ઈન્ડિપેન્ડન્ટ હોવાનું શ્વેતા અનુભવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ બિગ બીએ પોતાનો 50 કરોડની કિંમતનો બંગલો દીકરી શ્વેતાને ગિફ્ટમાં આપી દીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker