આપણું ગુજરાત

વાઇબ્રન્ટ સમિટ: અમદાવાદ એરપોર્ટ પર 43 વિમાનની પાર્કિંગ વ્યવસ્થા

સુરત, રાજકોટ, ઇન્દોર એરપોર્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વાઇબ્રન્ટ સમિટને લઇને રાજ્યના અમદાવાદ, સુરત અને રાજકોટ એરપોર્ટ પર ખાસ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર 43 ચાર્ટર, નોન ચાર્ટર, સિડ્યુઅલ અને નોન સિડ્યુઅલ વિમાનના પાર્કિંગ માટેની વ્યવસ્થા છે, જ્યારે સુરત અને રાજકોટ એરપોર્ટને પાર્કિંગ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક મુસાફરોએ ત્રણ કલાક પહેલા આવવાનું રહેશે, કારણ કે વીવીઆઇપી મુમેન્ટને લીધે કોઇ મુસાફરોને કોઇ તકલીફ ન પડે તે માટે એરપોર્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વાઇબ્રન્ટ સમિટમાં આવનાર ચાર્ટર પ્લેનના પાર્કિંગ માટે રાજકોટ અને સુરત એરપોર્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યુ છે. આ સમય દરમિયાના 150 વધુ ફ્લાઇટ અને પ્લેનની મુવમેન્ટ રહેશે જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જો ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગ વ્યવસ્થા કરતાં વધુ પ્લેન આવશે તો આ પ્લેનને મધ્ય પ્રદેશન ઇન્દોર એરપોર્ટ પર મોકલવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર કેટેગરી પ્રમાણે પ્લેનના પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રિલાયન્સ જેવા મોટી કંપનીઓના પ્રતિનિધિઓ માટે અમદાવાદ એરપોર્ટ પર 10 વીવીઆઇપી પાર્કિંગ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દુબઇના પ્રિન્સ પણ ગુજરાતની મુલાકાતે છે. આ ઉપરાંત દેશ અને વિદેશના ઉદ્યોગપતિ ગુજરાતના મુલાકાતે આવશે જેના ધ્યાનમાં રાખીને એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button