માલદીવની ચીનની ભક્તિ મોંઘી પડશે?
બીજિંગ: છેલ્લા બે દિવસથી ભારત અને માલદીવ વચ્ચે સોશિયલ મિડીયા વોર ચાલી રહ્યું છે. માલદીવના નેતાઓએ કરેલા ભારતના વડા પ્રધાનના અપમાન બાદ અત્યાર સુધીમાં માલદીવના ઘણા બુકિંગ પણ રદ થયા છે. ભારત સાથે આ વિવાદ ચાલુ છે. ત્યારે વચ્ચે ચીન પહોંચેલા માલદીવના રાષ્ટ્રપતિને ચીનની મુલાકાત દરમિયાન માલદીવ સાથે ભારતના રાજદ્વારી વિવાદનો ઉલ્લેખ ચીનના સત્તાવાર અખબારના સંપાદકીયમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચીની મીડિયાએ ભારતને દક્ષિણ એશિયાના મુદ્દાઓ પર ખુલ્લા મનથી કામ કરો એમ પણ કહેવામાં આવ્યું હતું. જો કે તમામ લોકો એ જાણે છે કે માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુને ચીન તરફ ઝુકાવ ધરાવતા નેતા માનવામાં આવે છે.
માલદીવ સરકારે ભારતના સૌથી નાના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કરી દીધા છે. માલદીવ સરકારે પોતાને આ વિવાદથી દૂર રાખ્યું હતું અને આ બાબતને તેમના વ્યક્તિગત મંતવ્યો ગણાવ્યા હતા.
માલદીવમાં મુઇઝુ સત્તા પર આવ્યા બાદ છેલ્લા કેટલાક મહિનામાં ભારત અને ટાપુ રાષ્ટ્ર વચ્ચેના સંબંધો તંગ બન્યા છે. ત્યારે એક અંગ્રેજી અખબારે તંત્રીલેખમાં લખ્યું હતું કે ચીને હંમેશા માલદીવ સાથે સમાન ભાગીદાર તરીકે વર્તન કર્યું છે અને તેના સાર્વભૌમત્વનું સન્માન કર્યું છે.
મુઇઝુ ચીનની મુલાકાત માટે બેઇજિંગ પહોંચી ગયા છે. આ દરમિયાન ચીનના સરકારી મીડિયામાં માલદીવ સાથે ભારતના સંબંધો વિશે એક લેખ પ્રકાશિત થયો છે. મીડિયાએ લખ્યું હતું કે ચીન માલદીવ અને ભારત વચ્ચેના મૈત્રીપૂર્ણ અને સહકારી સંબંધોનું સન્માન કરે છે. ચીને ક્યારેય એવી પ્રતિક્રિયા નથી આપી કે માલદીવ ભારત સાથેના સંબંધોમાં ખટાશ લાવશે તો ચીન તેની સાથે સારી રીતે વ્યવહાર કરશે. ના તો તે ભારત અને માલદીવ વચ્ચેના સારા સંબંધોને કારણે ચીનને કોઈ પ્રોબ્લેમ છે. તેમજ ચીન ક્યારેય એક પક્ષના નફામાં માનતું નથી.