આપણું ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ઉજ્જવળ ભવિષ્યનું પ્રવેશદ્વાર


ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત

ગુજરાત 10-12 જાન્યુઆરી 2024 દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (ટૠૠજ) ની દસમી આવૃત્તિની યજમાની માટે સંપૂર્ણપણે સુસજ્જ છે. ગુજરાતના તત્કાલીન મુુખ્યમંત્રી અને દેશના સર્વાધિક લોકપ્રિય યશસ્વી વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003માં શરૂ કરવામાં આવેલી આ સમિટ, ગુજરાતને ઔદ્યોગિક એકમોના રોકાણ માટે પ્રથમ પસંદગીનું સ્થળ' બનાવવાના તેના પ્રારંભિક મિશનથી પણ આગળ વધીને આજે નવા ભારતને આકાર આપવામાં એક પ્રેરકબળ તરીકે ઊભરી છે. છેલ્લા બે દાયકામાં, આ દ્વિવાર્ષિક સમિટે કેવળ ગુજરાતની ગતિશીલ ઉદ્યોગસાહસિક ભાવનાને જ ઉજાગર નથી કરી, પરંતુ, અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપી ઉદ્યોગકારોને તેમના ઔદ્યોગિક એકમો શરૂ કરવા માટે સહયોગ પૂરો પાડવાનો આદર્શ મંચ પૂરો પાડયો છે. રાજ્યમાં રોકાણો આકર્ષિત કરવાના ઉદ્દેશ્યની સાથે આ સમિટે સામાજિક-આર્થિક વિકાસને પણ ઉત્તેજન આપ્યું છે. સમયની સાથે, આ સમિટ એક આગવી પહેલ તરીકે વિકસિત થઇ છે. આજે સમગ્ર દેશ માટે આ એક રોલ મોડેલ બની ઊભરી આવ્યું છે. અન્ય રાજ્યોને પણ આ પ્રકારની સમિટનું આયોજન કરવા માટે ગુજરાતે પ્રેરણા આપી છે. એક પ્રાદેશિક પહેલ તરીકે શરૂ થયેલી આ સમિટ આજે સાચા અર્થમાં એક વૈશ્વિક કાર્યક્રમ બની ગયો છે.ભારતમાં એક પ્રતિષ્ઠિત બિઝનેસ સમિટનો દરજજો વાઇબ્રન્ટ ગુજરાતને મેળવ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા માત્ર ગુજરાત રાજ્ય પૂરતી જ સીમિત નથી રહી, પરંતુ સમગ્ર દેશમાં તે વિસ્તરી છે, અને આ સમિટે ભારતની આર્થિક પ્રગતિના માર્ગ પર એક અમીટ છાપ છોડી છે. બે દાયકાની પોતાની પરિવર્તનશીલ યાત્રા દરમિયાન, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે રાજ્યની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ને વર્ષ 2002-03માં રૂ.1.42 લાખ કરોડથી વધારીને 2022-23માં રૂ. 22.61 લાખ કરોડ ઉપર પહોંચાડી છે, જેના પરિણામે આજે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત ભારતની 5 ટકા વસ્તી સાથે દેશની ૠઉઙ માં 8.3 ટકા અને દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકાનું યોગદાન આપે છે. નાણાકીય વર્ષ 2022-23માં દેશની કુલ નિકાસમાં રાજ્યનો હિસ્સો 33 ટકા રહ્યો છે. ગુજરાતની બિઝનેસ અનુકૂળ નીતિઓએ ઔદ્યોગિક સફળતામાં મુખ્ય ફાળો પ્રદાન કર્યો છે. ગુજરાત સરકારે વેપાર અને રોકાણો માટે અનુકૂળ વાતાવરણને સક્રિયપણું પ્રોત્સાહન આપવાનું પાયાનું કાર્ય કર્યું છે.ઇઝ ઓફ લિવિંગ’ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' બન્નેને પ્રાથમિકતા આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રોત્સાહનો, ખાસ કરીને મેન્યુફેકચરિંગ ક્ષેત્રના પ્રોત્સાહનોએ ગુજરાતને ભારતના ઔદ્યોગિક પરિદ્રશ્યમાં આગલી હરોળમાં લાવીને મૂકી દીધું છે. ટેકસટાઇલ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ડ્રગ્ઝ અને ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ જવેલરી અને સિરામિક્સ જેવા ક્ષેત્રોમાં અગ્રેસર રાજ્ય હોવાની સાથે જ, ગુજરાત ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ એક પાવર હાઉસ તરીકે ઉભર્યુ છે. સુક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો એ કોઇપણ રાજ્ય અને દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. ગુજરાતમાં 15 લાખથી વધુ છે, જે રાજયની ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે દેશના બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનો દરજ્જો અને ઔદ્યોગિક જરૂરિયાતો અનુસાર કુશળ માનવબળની ઉપલબ્ધતા ગુજરાતને રોકાણકારો માટે અન્ય રાજ્યો કરતા અનેકગણુ વિશેષ રાજ્ય બનાવે છે. સાથે જ, ગુજરાતની શ્રમ સુધારા અને શ્રમિક કલ્યાણની પહેલોએ રાજ્યમાં અનુકૂળ ઔદ્યોગિક વાતાવરણ ઊભું કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. વ્યૂહાત્મક માળખાકીય વિકાસ ગુજરાતની પ્રગતિનો મુખ્ય આધાર રહ્યો છે. રાજ્ય આજે અભૂતપૂર્વ અને સરળ સંપર્ક વ્યવસ્થા, બંદરોનું એક વિશાળ નેટવર્ક અને એક મજબૂત રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. જે આજે ગુજરાતની એક વિશિષ્ટ ઓળખ છે. આ ઉપરાંત, ગુજરાતમાં સ્થિત ઉખઈંઈ (દિલ્હી, મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર), બુલેટ ટે્રન પ્રોજેક્ટ, સિટી, ઉછઊઅખ સિટી, બલ્ક ડ્રગ પાર્ક, પીએમ મિત્ર (ખઈંઝછઅ) પાર્ક, માંડલ બેચરાજી જઈંછ, ધોલેરા જઈંછ તેમજ પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઈન્વેસ્ટમેન્ટ રિજન જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટસ ગુજરાતને રોકાણ માટે એક આકર્ષક ગંતવ્ય સ્થળ બનાવે છે. આટલી સફળતાઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી પણ ગુજરાત અવિરત અગ્રસ્થાન પર રહેવા માટે પ્રયાસ કરે છે. સેમિક્નડકટર ટૅક્નોલૉજી જેવા અત્યાધુનિક ક્ષેત્રો અને રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન અને ઈ-મોબિલિટી જેવા ઉભરતા ક્ષેત્રો પર ગુજરાતે લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. આ બાબત ગુજરાતના ભાવિ વિકાસ ઉપર વિશેષ ધ્યાન આપવાની બાબતને ઉજાગર કરે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિની થીમ "ગેટવે ટુ ધ ફ્યુચર” એટલે કેભવિષ્યનું પ્રવેશદ્વાર’નો ઉદ્દેશ્ય, વિશ્વના વડાઓ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ નિષ્ણાતોને ટકાઉ વિકાસ, આર્થિક વિકાસને પ્રોત્સાહન અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા અંગે ચર્ચા કરવા માટે એક મંચ ઉપર લાવવાનો છે. વાઇબ્રન્ટ ગુજરાતના પાછલા સંસ્કરણોને અનુરૂપ જ આ વખતની સમિટ પણ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને સામાજિક – આર્થિક વિકાસ માટેની ભાગીદારી માટેનો સૌથી મહત્ત્વપૂર્ણ મંચ બનશે. આ સમિટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે ગુજરાતમાં રોકાણની સંભાવનાઓનું વધુ અન્વેષણ કરવા અને ભારતના વ્યાપક વિકાસમાં યોગદાન આપવા માટેના એક મંચ તરીકે કામ કરશે. મને વિશ્વાસ છે કે, ગુજરાતની વિકાસયાત્રા હજુ પણ વધુ ગતિશીલ બનવાની સાથે-સાથે માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝન `વિકસિત ભારત ઽ2047’ને સાકાર કરવામાં સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા માટે પણ સુસજ્જ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…