બોલો, ભગવાન રામને એક બહેન પણ હતી! રામાયણમાં કેમ નથી એનો ઉલ્લેખ? જાણો કારણ…
અત્યારે દરેક ભારતીય આતુરતાપૂર્વક રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે અમે તમારા માટે એક મહત્ત્વની માહિતી લઈને આવ્યા છીએ. જી હા, ભગવાન રામને ત્રણ ભાઈ હતા એ તો આપણે બધા જ જાણીએ છીએ, પણ શું તમને એ વાતની જાણ છે કે ભગવાન રામને એક બહેન પણ હતી? નહીં ને? હવે તમને થશે કે જો ભગવાન રામને કોઈ બહેન હતી તો તેનો ઉલ્લેખ રામાયણમાં કેમ નથી? ડોન્ટ વરી આજે અમે અહીં તમારા માટે એ વિશેની માહિતી લઈને આવ્યા છીએ. આવો જોઈએ કોણ છે ભગવાન રામની બહેન અને રામાયણમાં કેમ તેનો ઉલ્લેખન નથી જોવા મળતો…
દક્ષિણ ભારતની રામાયણ અનુસાર ભગવાન શ્રીરામની બહેન હતી અને એનું નામ હતું શાંતા. ચારે ભાઈઓમાં આ શાંતા મોટી હતી. શાંતા અને રાજા દશરથ અને કૌશલ્યાની દીકરી હતી પણ જન્મના થોડાક વર્ષો બાદ જ અમુક કારણસર રાજા દશરથને શાંતાને અંગદેશના રાજા રોમપદને સોંપી દીધી હતી. શાંતાનો ઉચ્છેર રાજા રોમપદ અને તેમની પત્ની વાર્ષિણીએ કર્યો હતો. વાર્ષિણીએ કૌશલ્યાની બહેન એટલે કે શ્રીરામના માસી હતા.
આ બાબતે ત્રણ લોકવાયકા ખૂબ જ પ્રચલિત છે. એવું કહેવાય છે કે કૌશલ્યાની બહેન વાર્ષિણી નિઃસંતાન હતી અને એક વખત અયોધ્યામાં તેણે હસતાં હસતાં જ બાળકની માગણી કરી તો રાજા દશરથ તરત જ માની ગયા. રઘુકુળ દ્વારા આપવામાં આવેલું વચન પૂરું કરવા માટે શાંતાને તેની માસીને સોંપી દેવામાં આવી અને તે અંગદેશની રાજકુમારી બની ગઈ.
બીજી એક એવી પણ લોકકથા છે કે જ્યારે શાંતાનો જન્મ થયો ત્યારે અયોધ્યામાં દુકાળ પડ્યો હતો અને સતત 12 વર્ષ સુધી દુકાળને કારણે રાજા દશરથ અને નગરજનો ચિંતામાં પડી ગયા હતા. એવામાં લોકોએ રાજા દશરથને સલાહ આપી કે તેમની દીકરી શાંતા જ દુકાળનું કારણ છે એટલે દુકાળને દૂર કરવા માટે પોતાની દીકરી શાંતાને વાર્ષિણીને દાનમાં આપી દીધી હતી. ત્યાર બાદ શાંતા ક્યારેય અયોધ્યા પાછી નહીં આવી અને આ જ કારણે રામાયણમાં તેનો ઉલ્લેખ નથી જોવા મળતો.
ત્રીજી અને છેલ્લી કથા વિશે વાત કરીએ તો રાજા દશરથે શાંતાને એટલા કારણસર ખોળે આપી દીધી હતી, કારણ કે તે છોકરી હતી અને એને કારણે તે રાજા દશરથની ઉત્તરાધિકારી નહોતી બની શકવાની.
રામની આ મોટી બહેન શાંતા સાથે સંકળાયેલી અનેક પૌરાણિક કથાઓ છે અને એવી જ એક વધુ કથા વિશે વાત કરીએ તો રાજા દશરથને કોઈ પુત્ર નહોતો. પછી શ્રૃંગી ઋષિએ પુત્રેષ્ટી યજ્ઞ કર્યો હતો અને ત્યારે રાજા દશરથને ચાર પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. ત્યાર બાદ ભગવાન શ્રીરામની મોટી બહેન શાંતાના લગ્ન ઋષિ શ્રૃંગી સાથે કરી દેવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં શ્રૃંગી ઋષિનું મંદિર પણ આવેલું છે જ્યાં શ્રૃંગી ઋષિ અને રામની બહેન શાંતાની પૂજા કરવામાં આવે છે.