આમચી મુંબઈમહારાષ્ટ્ર

Maharashtra politics: તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર જૂથ 12 બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડશે

મુંબઇ: લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ કમર કસી લીધી છે. દરેકે પોતાના સમીકરણો પર કામ કરવાની શરુઆત કરી દીધી છે. દરમીયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર જૂથ દ્વારા તાત્કાલીક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં લોકસભાની બેઠકોની વહેંચણી અંગે ચર્ચા થવાની શક્યતા છે. જો બધા ચોકઠા બંધ બેસતાં હશે તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર જૂથ 12 બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે.

આવતી કાલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાનાર છે. ત્યારે આ બેઠક પહેલાં જ રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર જૂથ દ્વારા આજે બોલાવવામાં આવેલ બેઠકોમાં લોકસભાની ચૂંઠણીમાં બેઠકોની ફાળવણી અંગે ચર્ચા થવાની શક્યાતો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર જૂથ 10 થી 12 બેઠકો પર ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવે છે.


ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં લોકસભાની સૌથી વધુ 48 બેઠકો છે. તેથી મહારાષ્ટ્રમાંથી વધુમાં વધુ બેઠકો જીતી ભાજપના નેતૃત્વવાળી મહાયુતીને રોકવાનો પ્રયાસ મહાવિકાસ આઘાડી દ્વારા થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ 20થી વધુ બેઠકો લડાવવા માંગે છે. જ્યારે શિવસેના ઠાકરે જૂથ પણ વધુમાં વધુ બેઠકો પરથી ચૂંટણી લડવા માંગે છે. જ્યારે મહારાષ્ટ્રમાં 10 થી 12 બેઠકો માટે રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથ આગ્રહી હોવાની જાણકારી મળી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર જૂથ બીડ, અહમદનગર, હિંગોલી, રાવેર, જલગાવ, સાતારા, બારામતી, શિરુર, ઇશાન મુંબઇ, માઢા, પરભણી, છત્રપતિ સંભાજીનગર, બુલઢાણા અને નાગપુર બેઠકો પરથી ચૂંટણી લડવા માંગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button