નેશનલ

દેવું ચૂકવવા માટે મહિલાએ સરોગેટ મધર બનવાનો લીધો નિર્ણય પણ છેતરાઈ, જાણો ચોંકાવનારો કિસ્સો!

જયપુર: પૈસા વ્યક્તિ પાસે શું નથી કરાવતા કારણ કે આજના સમયમાં પૈસા હોય તો જ માણસનું મહત્વ છે. અને તેમાંય જો આર્થિક સ્થિતિ ખરાબ હોય તો બિચારો માનવી કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. તેનું ઉદાહરણ રાજસ્થાનના અલવરમાં જોવા મળ્યું હતું. ઝારખંડની એક મહિલા પૈસા માટે સરોગેટ મધર બનવા અલવર પહોંચી હતી. પરંતુ અહીં મહિલાને બંધક બનાવી રાખવામાં આવી હતી. જો કે તે ત્યાં બે વખત ગર્ભવતી થઈ પરંતુ તેમ છતાં તેને પૈસા આપવાની ડોક્ટર આનાકાની કરવા લાગ્યા જો કે તે મહિલાનો આરોપ છે કે તેના ગર્ભમાંથી સ્ત્રી બીજ ચોરાઈ ગયા હતા. હવે એ મહિલાએ ન્યાય મેળવવા માટે IVF સેન્ટર સામે FIR નોંધાવી છે.

ઝારખંડના રાંચીની રહેવાસી એક મહિલાનો પરિવાર દેવામાં ડૂબી ગયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે સામાન્ય જાવન જીવવામાં પણ ઘણી મુશ્કેલી પડતી હતી. આ દરમિયાન મહિલાએ ઇન્ટરનેટ પરથી અલવરના એક ડોક્ટરનો નંબર મેળવ્યો. ડોક્ટરે મહિલાને અલવર બોલાવી અને સરોગેટ મધર બનવા વિશે જણાવ્યું અને તેના બદલામાં મહિલાને ત્રણ લાખ રૂપિયા મળશે એમ પણ કહ્યું મહિલાની ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તે તૈયાર થઈ ગઈ હતી.

પરંતુ અહીં તેની સાથે કંઈક અલગ જ વ્યવહાર થયો તેને અલવરમાં બંધક રાખવામાં આવી હતી. મહિલાનું કહેવું છે કે તેને બે વખત ગર્ભ ધારણ કર્યો પરંતુ કેટલાક કારણોસર પ્રેગ્નન્સી લાંબો સમય ટકી શકી નહીં. પરંતુ મહિલાનું કહેવું એવું છે કે ડોક્ટરે છેતરપિંડી કરીને તેના ગર્ભાશયમાંથી સ્ત્રી બીજની ચોરી કરી હતી. પીડિત મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને ડોક્ટર વિરુદ્ધ કેસની લેખિત ફરિયાદ કોતવાલી પોલીસ સ્ટેશનમાં આપી.

કોતવાલી પોલીસ સ્ટેશને આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. મહિલાએ જણાવ્યું હતું કે તે 23 ઓગસ્ટ 2023ના રોજ ઝારખંડથી અલવર આવી હતી. ત્યારબાદ તેની સારવાર શરૂ કરવામાં આવી અને તે સમય દરમિયાન તેને બે વખત ગર્ભ ધારણ કર્યો પરંતુ કોઈ કારણોસર તે લાંબો સમય ટક્યો નહી, પરંતુ થોડા દિવસો બાદ ડોક્ટરે તેને બેભાન કરીને તેના ગર્ભમાંથી સ્ત્રી બીજ કાઢી નાખ્યા અને બાદમાં ડોક્ટરે તેને પૈસા આપવાની પણ ના પાડી દીધી છે. ત્યાં સુધી કે તેને ઘરે જવા માટે ભાડું પણ આપતા નથી આથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી.

અલવર શહેર પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું હતું કે સરોગસી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઉપરાંત આ કેસમાં મહિલાને બંધક રાખવા સહિતની અન્ય કલમો પણ ઉમેરવામાં આવી છે. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ડોક્ટરની પણ પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત અલવરમાં કોઈ આઈવીએફ નિષ્ણાત નથી. તેથી જયપુર એસએમએસ મેડિકલ કોલેજમાં મહિલાની તપાસ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button