ટોપ ન્યૂઝનેશનલ

‘Chilika Lake’માં બે કલાક ફસાઇ આ કેન્દ્રિય પ્રધાનની બોટ, એવું તે શું બન્યું?

ઓડિશા: કેન્દ્રિય પ્રધાનને લઇને જઇ રહેલી એક બોટ રવિવારે સાંજે રસ્તો ભૂલી જતાં લગભગ બે કલાક સુધી ઝીલમાં ફસાઇ ગઇ હતી. ઘટનાની જાણ થયા બાદ પ્રશાસને બીજી બોટ મોકલી હતી અને ત્યાર બાદ કેન્દ્રિય પ્રધાન અને તેમના સહકારીઓ નિશ્ચિત સ્થાને પહોંચી શક્યા હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રુપાલાને લઇને જઇ રહેલી એક બોટ ઓડિશાની ચિલ્કા ઝીલમાં રવિવારે સાંજે લગભગ બે કલાક સુધી ફસાઇ ગઇ હતી. એક અધિકારીએ આ અંગેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, પ્રાથમીક જાણકારી મુજબ આ બોટ કથીત રીતે માછીમારોના જાળાને કારણે ફસાઇ ગઇ હોવાનું કહેવાઇ રહ્યું હતું. પણ ત્યાર બાદ ખબર પડી કે બોટ રસ્તો ચૂકી ગઇ હતી.


આ અંગેની જાણા પ્રશાસનને થતાં તરત જ એક બીજી બોટ મોકલવામાં આવી હતી. જેના દ્વારા કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી પ્રધાન પુરુષોત્તમ રુપાલાને ત્યાંથી સલામત બહાર લાવવામાં આવ્યા હતાં. પુરુષોત્તમ રુપાલાની સાથે એ બોટમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને પાર્ટીના કેટલાંક સ્થાનીક નેતાઓ પણ ઉપસ્થિત હતાં. આ ઘટના ત્યારે બની ત્યારે તેમણે ખુર્દા જિલ્લાના બારકુલથી તેમની યાત્રા શરુ કરી અને બ્લૂ લગૂન (બોટ)ના માધ્યમથી તેઓ પુરી જિલ્લાના સતપાડ ખાતે જઇ રહ્યાં હતાં.


આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, નલબાના પક્ષી અભિયારણ પાસે ઝીલની વચ્ચે જ મોટરથી ચાલતી બોટ લગભઘ બે કલાક સુધી ફસાઇ રહી હતી. પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં પુરુષોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે, અંધારું થઇ રહ્યું હતું અને બોટ ચલાવનારને પણ રસ્તો મળી નહતો રહ્યો. તેથી અમે ભટકી ગયા હતાં. અમને સતપાડા પહોંચવામાં બે કલાકથી વધુ સમય લાગી ગયો હતો. પ્રશાસને તરત જ સતપાડાથી વધુ એક બોટ મોકલી. અને પછી અમે એમા સવાર થઇને સતપાડા પહોંચ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button