જેજેસી સેન્ટ્રલ બોર્ડની સેક્રેટરીપદની ચૂંટણી સફળતાપૂર્વક પાર પડી
મુંબઇ: જેજેસી સેન્ટ્રલ બોર્ડની સામાન્ય સભા રવિવાર, તા. ૭ જાન્યુઆરીના રોજ સુબા ઇન્ટરનેશનલ હોટેલ, સહાર, અંધેરી, મુંબઇ ખાતે યોજાઇ હતી, જેમાં જેજેસી સેન્ટ્રલ બોર્ડની આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે ફકત સેક્રેટરીના પદ માટેની મતદાનની ચૂંટણી પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. ચૂંટણી કમિશ્નર રમેશ મોરબિયા તથા રાજેશ શાહના નિરીક્ષણ હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક પાર પડી હતી.
સેક્રેટરીપદ માટે હિતેશ ભેદા (જેજેસી નોર્થ ઇસ્ટ), મિતેશ અંબાવી (જેજેસી રોયલ જગડુશા) અને કિર્તી શાહ (જેજેસી જુહુ બિચ) એમ ત્રણ ઉમેદવાર મેદાનમાં હતા. સેક્રટરીપદે હિતેશ ભેદાને ૬૬ મત મળ્યાં હતાં. મિતેશ અંબાવીને એક મત ઓછો એટલે કે ૬૫ મત મળ્યાં હતાં. જયારે કિર્તી શાહનો નાલેશીભર્યો રકાસ થયો હતો. તેમને માત્ર પાંચ મત મળ્યાં હતાં.
ચૂંટાઇ આવ્યા બાદ ચૂંટણી કમિશનર રમેશ મોરબિયાએ વર્ષ ૨૦૨૪-૨૫ માટેની કાર્યવાહક (કારોબારી) કમિટી જાહેર કરી હતી.
કિશોર શેઠ (ચેરમેન), જયંતી છાડવા (વાઇસ ચેરમેન), ભાવિન શાહ (વાઇસ ચેરમેન), ઉદય સંઘવી (સેક્રેટરી જનરલ), મિતેશ અંબાવી (સેક્રેટરી), હિતેશ ભેદા (સેક્રેટરી), જીગ્નેશ ભાયાણી (સેક્રેટરી), પ્રફુલ મહેતા (ડેવલપમેન્ટ સેક્રેટરી), મિલન શાહ (ટ્રેઝરર), દીપક લાપસિયા (એડિટર).