મનોરંજન

ઈશા ગુપ્તાએ લક્ષદ્વીપની તસવીર શેર કરીને આપ્યું મોટું નિવેદન

મુંબઈઃ માલદીવમાં નવી સરકારના ગઠન પછી ભારત અને માલદીવ વચ્ચેના મૈત્રીભર્યાં સંબંધોમાં અવરોધ આવ્યો છે. માલદીવની માફક ભારતમાં પણ એટલા સુંદર દરિયાકિનારા આવેલા છે. લક્ષદ્વીપમાં પીએમ નરેન્દ્ર મોદીએ જઈને પણ એનું વિશેષ મહત્ત્વ આંક્યા પછી માલદીવના નેતાઓએ આઘાતજનક ટિપ્પણી કરી હતી, પરંતુ પીએમ મોદીના માનમા દેશની સાથે ટોચની સેલિબ્રિટીઝે સમર્થન આપ્યું હતું. એક પછી એક અભિનેતા સમર્થન આપી રહ્યા છે, ત્યારે જાણીતી બોલ્ડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ લક્ષદ્વીપની તસવીરો પોસ્ટ કરીને સૌથી મોટું નિવેદન આપ્યું હતું.

જાણીતા અભિનેતા અક્ષય કુમાર, સલમાન ખાન સહિત આકાશ ચોપરા સહિત અનેક સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરે માલદીવ્સના નેતાઓની ટિપ્પણીઓની ઝાટકણી કાઢી છે, ત્યારે આજે ઈશા ગુપ્તાએ લક્ષદ્વીપના ટૂરિઝમને પ્રોત્સાહન આપતી મોટી વાત કરી હતી. ઈશાએ ઈન્સ્ટાગ્રામ પર લક્ષદ્વીપની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં ઈશા બ્યુટીફુલ લાગતી હતી.

બ્લુ બીચ પરના બ્લુ વોટરમાં ઈશા ગુપ્તા જોવા મળે છે. બ્લુ વોટરમાં ઈશા ગુપ્તા પરી જેવી લાગે છે. તસવીરમાં ઈશાએ માથા સિવાયનું શરીર આખું પાણીમાં રાખ્યું છે, જ્યારે તેના પર કેપ્શનમાં લખ્યું છે લક્ષદ્વીપનો સૌથી સુંદર બીચ. ઈશા ગુપ્તાએ લાંબી પોસ્ટમાં કેપ્શન લખ્યું છે કે ટેક મી બેક ટૂ મોસ્ટ બ્યુટીફુલ બીચ ટૂ ધ સેન્ડ ઈન માય ફીટ, ટુ ધ સન ઓન માય ફેસ, ટૂ ધ મેજિક વિચ ઈઝ લક્ષદ્વીપ, કાન્ટ વેટ ટુ ધ બેક. કલાકોમાં લાખો લોકોએ તેના ફોટોગ્રાફને લાઈક કરવાની સાથે હજારો લોકોએ તેને સમર્થન આપ્યું છે.

ઈશા ગુપ્તા જાણીતી અભિનેત્રી સાથે ટેલેન્ટેડ પર્સનાલિટી પણ છે, જ્યારે તેને ઈન્સ્ટાગ્રામ પર પણ 17 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, તેથી તેની એક ટિપ્પણી પણ લાખો લોકો સુધી પહોંચે છે.

ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. એટલું જ નહીં, માલદીવના ટૂરિઝમને ધીકતો રાખવા માટે ઈન્ડિયન સેલિબ્રિટીઝ સાથે ટૂરિસ્ટનો મોટો ફાળો છે, તેમાંય વળી ભારતનું યોગદાન ઘટ્યું તો ચોક્કસ ફટકો માલદીવને થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button