મનોરંજન

‘એનિમલ’ની સકસેસ પાર્ટીમાં રશ્મિકાની કેમેસ્ટ્રી કોની સાથે જામી, વીડિયો વાઈરલ

મુંબઈ: રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ વિવાદોમાં ઘેરાયા છતાં 2023ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં રણબીર અને રશ્મિકાની સાથે અનિલ કપૂર, તૃપ્તિ ડિમરી અને બોબી દેઓલ સહિત ત્રીસેક કલાકાર પહોંચ્યા હતા. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા ડિરેક્ટર કરવામાં આવેલી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી. તાજેતરમાં આ ફિલ્મની સક્સેસ પાર્ટીમાં નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાના કાન પર કિસ કરી હતી. આ વાતની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી હતી.

100 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર 800 કરોડ કરતાં વધુની કમાણી કરી હતી. આ ફિલ્મની સક્સેસ પાર્ટી યોજવામાં આવી હતી જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ અને પ્રોડ્યૂસર સાથે સાથે અનેક બૉલીવૂડના કલાકારો પણ પહોંચ્યા હતા.

સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મની સફળતાની ઉજવણી કરવા માટે ગઈકાલે મુંબઈમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, તૃપ્તિ ડિમરી સાથે સાથે અન્ય સ્ટાર કાસ્ટે પણ હાજરી આપી હતી. આ દરમિયાન રણબીર કપૂરે રશ્મિકાની નજીક જઈને તેના કાન પર કિસ કરી કરવાની તસવીર પાપારાઝીના કૅમેરામાં કેદ થઈ હતી. એની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી અનેક લોકો પ્રતિક્રિયાઓ આપી હતી.

પાર્ટીમાં જ્યારે રશ્મિકા મંદાનાની જેવી એન્ટ્રી થઈ ત્યારે રણબીર કપૂર તેની પાસે જઈને કોરિયન સ્ટાઈલમાં દિલ બતાવ્યું હતું. રશ્મિકા મોટા ભાગના કિસ્સામાં કોરિયન સ્ટાઈલમાં દિલ બનાવે છે અને બંને વચ્ચે મીઠા સંબંધોની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.

સેલિબ્રેશન પાર્ટી વખતે રામ ગોપાલ વર્મા, પ્રેમ ચોપરા તેમની પત્ની સાથે, ફરાહ ખાન અને ડિનો મોરિયાએ પણ પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. આ બધા કલાકારોની સાથે સાથે રણબીરની પત્ની આલિયા ભટ્ટ પણ તેના પિતા મહેશ ભટ્ટ સાથે આવી હતી. આ પાર્ટીમાં રણબીરની મમ્મી નીતુ કપૂર પણ આવી હતી, જ્યારે નીતુ કપૂરે મહેશ ભટ્ટની સાથે પોઝ આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button