નેશનલ

Google પર Most Searched Key Word બની ગયું લક્ષદ્વીપ… આટલા લોકોએ સર્ચ કર્યું…

જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપના બે દિવસના પ્રવાસે ગયા છે ત્યારથી લક્ષદ્વીપ શબ્દ ઘણી બધી જગ્યાએ વાંચવા અને સાંભળવા મળી રહ્યો છે. પણ શું તમને ખબર છે કે આ સિવાય સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલ પર લક્ષદ્વીપ સતત બે દિવસથી Most Searched Key Word બની ગયું છે?

જી હા, એકદમ સાચું વાંચ્યુ છે તમે. લોકો છેલ્લાં બે દિવસથી સર્ચ એન્જિન ગૂગલ પર જો કોઈ બાબત કે શબ્દ વિશે સર્ચ કરી રહ્યા હોય તો તે છે લક્ષદ્વીપ અને આ જ કારણે લક્ષદ્વીપ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલો કીવર્ડ બની ગયો છે.

માત્ર ભારતીયો જ નહીં પણ હવે તો માલદીવના લોકો પણ લક્ષદ્વીપ વિશે વધારેને વધારે સર્ચ કરી રહ્યા છે. લક્ષદ્વિપ ગૂગલ પર સર્ચ થતી સૌથી પસંદગીના કીવર્ડ બની ગયું છે. લોકો લક્ષદ્વીપની સુંદરતા અને ત્યાંના પર્યટન વિશેની વધારેમાં વધારે માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે સતત બીજા દિવસે પણ 50,000થી વધુ યુઝર્સે ગૂગલ પર લક્ષદ્વીપ શબ્દ સર્ચ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની લક્ષદ્વીપની મુલાકાતે ગયા છે ત્યારથી માલદીવ અને માલદીવના આ નવનિર્વાચિત ચીની સમર્થક શાસકોના પેટમાં તેલ રેડાયું હોય એમ તેમણે વડા પ્રધાન મોદી વિશે અણછાજતી ટિપ્પણી કરી હતી અને ભારતીય સૈન્યને પણ ત્યાંથી ખસી જવાના આદેશો પણ આપવામાં આવ્યા છે.

આ સિવાય સોશિયલ મીડિયા પર બોયકોટ માલદીવ અને સપોર્ટ લક્ષદ્વીપ હેશટેગ પણ ટ્રેન્ડ કરવા લાગ્યા છે. લોકો લક્ષદ્વીપને સપોર્ટ કરતી પોસ્ટ, ફોટા અને વીડિયો શેર કરી રહ્યા છે. ભારતીય પર્યટન મંત્રાલય દ્વારા પણ અપના દેશ દેખો હેશટેગના માધ્યમથી લક્ષદ્વીપને સમર્થન આપી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button