આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરે ‘વિકાસ વિરોધી’: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે એવું નિવેદન કર્યું હતું કે શિવસેના (યુબીટી)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ‘વિકાસ વિરોધી’ છે.

તેઓ (ઉદ્ધવ ઠાકરે) અઢી વર્ષ ઘરમાં બેઠા હતા અને ફક્ત ચમકોગીરી કરી રહ્યા હતા, એમ એકનાથ શિંદેએ તેમના પૂરોગામીનું નામ લીધા વગર ટીકા કરી હતી.

અમે વાસ્તવમાં વિકાસનું કામ કરી રહ્યા છે અને શહેરની સફાઈ કરી રહ્યા છીએ. તેઓ વિકાસ વિરોધી છે અને સરકાર પર તેમણે કરેલી ટીકા બાબતે મારે કશું જ કહેવાની ઈચ્છા નથી, એમ મુખ્ય પ્રધાને દક્ષિણ મુંબઈમાં સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થયા બાદ કહ્યું હતું.

તેમણે (ઉદ્ધવ ઠાકરે) આરેમાં મેટ્રો કાર શેડનો વિરોધ કર્યો. મેટ્રો લાઈન બાંધવાનો વિરોધ કર્યો, સમૃદ્ધિ હાઈવેનું કામ ધીમું પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો, એમ શિંદેએ કહ્યું હતું.

શું અમારી તરફ આંગળી ચિંધવાનો તેમને નૈતિક અધિકાર પણ છે? એવો સવાલ તેમણે કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button