PM Modi વિરુદ્ધ બફાટ કરનારા પ્રધાનો પર પડી પસ્તાળઃ માલદીવની સરકારે લીધો આ નિર્ણય
નવી દિલ્હીઃ માલદીવની સરકારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ માલદીવનાં પ્રધાન મરિયમ શિઉના અને માલશા અને હસન જિહાનને સસ્પેન્ડ કર્યાં છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત પર વિવાદાસ્પદ નિવેદનને વખોડવામાં આવ્યા પછી માલદીવ સરકાર એક્શનમાં આવી ગઈ છે, જ્યારે ત્રણેયને તાત્કાલિક ધોરણે તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે.
PM મોદી મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કરનારાં પ્રધાન મરિયમ શિઉના માલદીવ સરકારમાં આર્ટ, યૂથ, ઈન્ફર્મેશન અને યુથ એમ્પાવરમેન્ટ મિનિસ્ટર છે. તેમણે ભારતના વડા પ્રધાનના લક્ષદ્વીપ મુલાકાત મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. એના સિવાય અન્ય બે પ્રધાનોએ પણ અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો હતો.
હાલના તબક્કે માલદીવ સરકારે પ્રધાનોને તેમના પદ પરથી હટાવ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ ગયા પછી માલદિવ્સના ટૂરિઝમ સેક્ટર માટે જોખમ ઊભું થઈ શકે એવી ચિંતા વ્યક્ત કરી હતી. બીજી જાન્યુઆરીના પીએમ મોદી લક્ષદ્વીપ ગયા હતા.
માલદિવ્સ સરકારના પ્રવક્તા, પ્રધાન ઈબ્રાહિમ ખલીલે કહ્યું હતું કે ભારત વિરુદ્ધ ટિપ્પણીઓ કરનારા તમામ સરકારી અધિકારીઓ, પ્રધાનને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આ મુદ્દે માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મહોમ્મદ સોલિહે પણ પ્રતિક્રિયા આપી હતી.
ભારત અને વિરુદ્ધ માલદીવના સરકારી અધિકારીઓ અને પ્રધાનોની ટિપ્પણીની આકરી ટીકા કરી હતી. બીજી બાજુ ભારતમાં માલદીવ્સના વિરોધમાં લોકોએ પ્રતિક્રિયા આપી હતી. બોલીવૂડ સેલેબ્સ સહિત સોશિયલ મીડિયાના જાણીતા પ્લેટફોર્મ પર પણ લોકોએ માલદીવના પ્રધાનોની આકરી ટીકા હતી.
સોશિયલ મીડિયાના જાણીતા પ્લેટફોર્મ એક્સ પર પણ બોયકોટ માલદીવનો ટ્રેન્ડ ચાલુ થયો હતો. માલદીવના પ્રધાનોના વિવાદાસ્પદ ટિપ્પણી પછી માલદીવ સરકારે પણ પ્રધાનોની વ્યક્તિગત ટિપ્પણી હોવા મુદ્દે સૌથી પહેલા હાથ ઊંચા કરી લીધા હતા.