જ્યારે Infosysના સ્થાપક Narayana Murthyને સ્ટોરરૂમમાં બોક્સ પર સૂવું પડ્યું…
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને કે આટલી મોટી કંપનીના સ્થાપકને એવી તે શું મજબૂરી આવી ગઈ કે તેમણે સ્ટોરરૂમમાં બોક્સ પર સૂવું પડે? આ ઘટના વિશે ખુદ Infosysના સ્થાપક Narayana Murthyએ ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું છે આખો ઘટનાક્રમ…
ભારતીય-અમેરિકન લેખિકા ચિત્રા બેનર્જી દિવાકરુણુએ Narayana Murthy અને Sudha Murtyના જીવનના શરૂઆતના વર્ષો પર એક પુસ્તક લખ્યું છે અને આ પુસ્તકમાં જ આ બાબતનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે Infosysના શરૂઆતના દિવસોમાં જ્યારે નારાયણ મૂર્તિ એક વખત કોઈ કામ અનુસાર અમેરિકા ગયા હતા જ્યાં એક બિઝનેસમેને તેમને પોતાના સ્ટોર રૂમમાં એક મોટા બોક્સ પર સૂવડાવ્યા હતા, જ્યારે તે ઘરમાં ચાર મોટા મોટા બેડરૂમ હતા.
આ બિઝનેસમેન હતા ડેટા બેસિક્સ કોર્પોરેશનના પ્રમુખ ડોન લિલ્સ અને તેઓ એક તેજ મિજાજ ધરાવતા ક્લાયન્ટ હતા અને મૂર્તિને તેઓ ખાસ કંઈ પસંદ નહોતા કરતાં. પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેઓ હંમેશા સર્વિસ લઈને પેમેન્ટ ચૂકવવામાં મોડું કરતાં હતા અને આ કારણે મૂર્તિ હંમેશા એમના ગુસ્સાનો શિકાર બની જતા, જ્યારે પણ મૂર્તિ અને એમને ઈન્ફોસિસના સહયોગીને મેનહટ્ટનમાં મળવાનું થતું ત્યારે ડોન એમને હોટેલ બુક કરવા માટે સમય પર મંજૂરી નહોતા આપતા. આવી જ એક વિઝિટ દરમિયાન જ્યારે મૂર્તિ અમેરિકા ગયા ત્યારે ડોને તેમને સ્ટોરરૂમમાં એક મોટા બોક્સ પર સૂવડાવ્યા હતા. જ્યારે ડોનના ઘરમાં ચાર મોટા મોટા બેડરૂમ હતા.
મૂર્તિએ પોતાની નવી કંપની માટે ડોનના આવા તૂમાખીભર્યા વલણને સહન કર્યું પણ બોક્સ પર સુવડાવવાની ઘટનાએ મૂર્તિને અંદરથી હચમચાવી મૂક્યા હતા. તેમણે પોતાની પત્ની સુધાને કહ્યું કે મારી મા કહેતી હતી કે મહેમાન ભગવાન સમાન હોય છે અને જે રીતે તમે મહેમાનો સાથે વર્તન કરો છો એ પરથી જ ખ્યાલ આવે છે કે તમે હકીકતમાં કેવા માણસ છો. મારા પિતા જ્યારે કોઈને કોઈ પણ આગોતરી જાણ કર્યા વગર અમારા ઘરે બોલવતા હતા ત્યારે મારી હંમેશા તેમને પોતાના હાથે બનાવેલું ભોજન પીરસતી હતી અને પોતે જમ્યા વિના જ સૂઈ જતી હતી અને ડોને મને અંધારિયા સ્ટોર રૂમમાં મોટા બોક્સ પર સુવડાવીને પોતે સરસ મજાના બેડ પર ઉંઘનો આનંદ ઉઠાવી રહ્યો હચો.
પુસ્તકમાં એ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે કઈ રીતે એક સારી એન્જિનિયર હોવા છતાં પણ મૂર્તિ પોતાની પત્નીના ઈન્ફોસિસમાં જોડાવવાના વિરોધી હતી. આ સિવાય પુસ્તકમાં બીજા પણ અનેક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.