સુરતના આ વેપારીઓએ બનાવી છે રામની સુંદર સાડી અને વિનામૂલ્યે આપી રહ્યા છે મંદિરોમાં
સુરતઃ આખું વિશ્વ હાલમાં રામના રંગમાં રંગાયેલું છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરી, 2024ના રોજ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશવાસીઓ પોતાની ઈચ્છા અને શક્તિ પ્રમાણે કંઈને કંઈક નવીન કરી રહ્યા છે. આવું જ કંઈક સુરતના કાપડના વેપારીઓએ કર્યું છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
એશિયાનું સૌથી મોટું કાપડ બજાર સુરત, ગુજરાતમાં છે. અહીં બનતા કપડાની દેશ અને દુનિયામાં નિકાસ કરવામાં આવે છે, ખાસ કરીને સુરતની સાડીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ત્યારે સુરતના વેપારીઓએ સુરતમાં ભગવાન રામનું મંદિર અને ભગવાન રામની તસવીરવાળી અનોખી સાડીઓ બનાવવામાં આવી રહી છે.
આવી સાડીઓ તૈયાર કર્યા બાદ ભગવાન રામ સાથે બિરાજમાન માતા જાનકી માટે સુરત સહિત દેશના વિવિધ રામ મંદિરોમાં વિનામૂલ્યે મોકલવામાં આવશે. સાડીઓના શહેરમાં, સુરતમાં અગાઉ પણ દેશના વિવિધ પ્રસંગો પર સાડીઓ છાપવામાં આવી છે. પરંતુ, આ વખતે ભગવાન રામની નગરી અયોધ્યામાં બનેલા મંદિરની તસવીર સાથે સાડીઓ છાપવામાં આવી રહી છે.
હાલમાં, તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ખાસ સાડીઓ સુરત શહેરના તમામ રામ મંદિરોમાં મોકલવામાં આવશે અને ત્યાં હાજર માતા જાનકી પહેરશે. જો ભારતમાં ક્યાંય પણ રામ મંદિરમાંથી આવી સાડીઓની માંગ થશે તો ત્યાં પણ આ રામ સાડીઓ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેમ પણ આ વેપારીઓએ જણાવ્યું હતું.