સ્પેશિયલ ફિચર્સ

Toll Tax બચાવવો છે? આ Smart Tricks ફોલો કરો…

આપણે લોકો ઘણી વખત રોડ ટ્રિપ પર જવાનું પ્લાનિંગ કરીએ છીએ પણ પછી પેટ્રોલ, Toll Tax વગેરેનો ખર્ચો જોઈને આઈડિયા પડતો મૂકીએ છીએ. Toll Taxને કારણે પ્રવાસનો ખર્ચ બમણો થઈ જાય છે. પણ આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કારણે Toll Taxનો ખર્ચ ઓછો કરવામાં મદદ કરશે.

વાત જાણે એમ છે કે આજના સમયમાં ઘણા લોકો પોતાની કાર, બાઈક કે ટેક્સીની મદદથી લાંબી મુસાફરી ખેડે છે અને આ દરમિયાન ઘણી વખત ગૂગલ મેપ્સ એક્સપ્રેસ વેના સૂચનો આપે છે અને એને કારણે વધારે Toll Tax લાગે છે, જેને કારણે ટ્રિપના ખર્ચામાં વધારો થાય છે. આજે અમે અહીં તમને એક એવી ખાસ ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને યુઝ કરીને તમે ખૂબ જ સરળતાથી તમારા Toll Taxમાં ઘટાડો કે ઝીરો કરી શકો છો.

ગૂગલ મેપ નેવિગેશન અને ડિરેક્શનની સાથે સાથે કેટલાક એવા ફીચર્સ પણ આપે છે કે જે યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને એમાંથી જ એક Toll Tax Save કરવું પણ એક વિકલ્પ છે. Google Maps Toll Roadનો વિકલ્પ મોટાભાગે દર્શાવે છે પણ જો તમે ઈચ્છો તો સેટિંગ્સમાં 1-2 નાનકડા ફેરફાર કરીને ટોલ ટેક્સ સેવ કરી શકો છો.

ગૂગલ મેપ પર તમારે ટોલ ટેક્સ વગરનો રોડ શોધવા માટે યુઝર્સે પહેલાં જે જગ્યાએ જવું છે ત્યાંનું લોકેશન શોધીને ડિરેક્શન સર્ચ કરવું પડશે. ત્યાર બાદ ટોપમાં રાઈટ સાઈડમાં દેખાઈ રહેલાં ત્રણ ડોટ પર ક્લિક કરીને ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ નવી સ્ક્રીન ઓપન થશે. જેમાં ફોન સ્ક્રીન પર સૌથી ઉપર Avoid Tollનું ઓપ્શન મળશે અને એની સામે આપેલા ટોગલને ઈનેબલ કરી નાખો. ત્યાર બાદ યુઝર્સને નવા રસ્તાનું સજેશન મળશે, જેમાં યુઝર્સને ટોલ ટેક્સનું ઓપ્શન નહીં જોવા મળે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button