સ્પેશિયલ ફિચર્સ

સરયૂ નદીમાં સ્નાન કરવાથી કેમ પુણ્ય નથી મળતું

સર્યૂ નદીનું નામ તો બધાએ જાણ્યું હશે. ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાંથી વહેતી સરયૂ નદી ભગવાન રામની જન્મભૂમિ છે. આપણા દેશમાં તો આમ પણ નદીને માતા કહીને પૂજવાની પ્રથા છે. અયોધ્યાની જમીન ફળદ્રુપ બનાવવામાં સરયૂ નદીનો ફાળો ઘણો મોટો છે. ભગવાન રામના આશિર્વાદથી સરયૂ નદી હવે મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવી છે. સરયૂને પવિત્ર નદી માનવામાં આવે છે. આ નદી હિમાલયમાંથી નીકળે છે અને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાંથી થઇને વહે છે, પણ શું તમે જાણો છો કે સરયૂ નદીને શાપીત નદી માનવામાં આવે છે. આજે અમે આપને એ જ જણાવીશું કે આ નદીને શાપીત નદી કેમ માનવામાં આવે છે અને આ નદીમાં સ્નાન કરવાથી તમારા પાપ તો ધઓવાઇ જાય છે, પણ તમને પુણ્ય નથી મળતું. એટલું જ નહીં આ નદીના પાણીને પૂજા પાઠ કે ધાર્મિક કાર્યોમાં પણ લેવામાં નથી આવતું.

આ બધા સવાલોના જવાબ મેળવવા માટે આપણે પૌરાણિક કથા જાણીશું. પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામે સરયૂ નદીમાં જળસમાધિ લઇને પોતાની જીવનલીલા સમાપ્ત કરી હતી. આ સમાચારની જ્યારે જાણ થઇ ત્યારે ભગવાન ભોળાનાથ સરયૂ નદી પણ ક્રોધે ભરાયા હતા. ક્રોધમાં આવીને તેમણે સરયૂ નદીને શાપ આપ્યો હતો કે તારા જળનો ઉપયોગ મંદિરમાં કે અન્ય પવિત્ર કાર્યોમાં નહીં કરવામાં આવે અને પૂજા પાઠમાં પણ સરયૂના જળનો ુપયોગ નહીં કરવામાં આવે.


ભગવાનનો આવો શાપ સાંભળીને સરયૂ રડી પડી. ભગવાનના ચરણોમાં પડીને તેમને કહેવા લાગી, ભગવાન, એમાં મારો શું વાંક છે. આ તો વિધિના વિધાન હતા, જે પહેલેથી જ નિર્ધારીત હતા. એમાં હું શું કરી શકું. સરયૂ માતાના સતત વિનંતીથી ભગવાન ભોળેનાથનું દિલ પીગળ્યું અને તેમણે સરયૂ માતાને કહ્યું, હું મારો શાપ તો પાછો લઇ શકતો નથી, પણ એટલું કરી શકું છું કે તમારા જળમાં સ્નાન કરવાથી લોકોના પાપ ધોવાઇ જશે, પણ તમારા જળનો ઉપયોગ પૂજાપાઠ કે મંદિરોમાં પવિત્ર કામ માટે નહીં થાય અને લોકોને કોઇ પુણ્ય પણ નહીં મળે. બસ ત્યારથી જ સરયૂ નદીના જળને પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવામાં નથી આવતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત