પતિ સાથે કેમ કામ કરતાં કરતાં પરેશાન થઈ ગઈ Madhuri Dixit…

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત પોતાની સુંદરતા, ડાન્સ અને દમદાર એક્ટિંગ બ્યુટીને કારણે આજે પણ દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. માધુરી દિક્ષીતે પોતાના દમ પર લાંબી સફર ખેડી છે. આજે પણ તેના ચાહકોની કોઈ કમી નથી આવી. ફિલ્મો સિવાય ઓટીટી પર પણ એક્ટ્રેસે પોતાની એક્ટિંગનો જાદુ બિખેર્યો છે અને હવે તો એક્ટ્રેસ ફિલ્મ મેકિંગની દુનિયામાં પણ પગ માંડ્યો છે.
જી હા, સાચું સાંભળ્યું તમે. ટૂંક સમયમાં માધુરી દીક્ષિતના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મ રીલિઝ થવા જઈ રહી છે જેમાં તેણે પહેલી વખત પતિ શ્રીરામ નેને સાથે કામ કર્યું છે અને માધુરીએ પતિ સાથે કામ કરવાનો અનુભવ શેર કરચાં જણાવ્યું હતું કે પતિ સાથે કામ કરતાં કરતાં હું પરેશાન થઈ ગઈ છું.
માધુરીની આગામી ફિલ્મ છે પંચક અને તે ટૂંક સમયમાં જ રીલિઝ થવા જઈ રહી છે. એક જ ફિલ્મમાં હું અને શ્રીરામ નેને લેફ્ટ બ્રેન અને રાઈટ બ્રેન સમાન છે. અમે લોકોએ અમારા કામ વહેંચી લીધી છે અને આ એક સારી પાર્ટનરશિપ છે અને અમને સાથે કામ કરવામાં થોડી મુશ્કેલી ચોક્કસ પડી છે.
ફિલ્મ પંચક વિશે વાત કરતાં માધુરીએ જણાવ્યું હતું કે આ ફિલ્મને મહારાષ્ટ્રના કોંકણમાં શૂટ કરવામાં આવી છે અને આ એક સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ છે. પંચક કાળમાં એક વૃદ્ધનું મૃત્યુ થાય છે અને ત્યારે પરિવારમાં શું થાય છે. પાંચ નક્ષત્ર ખોટા સમયે અને સ્થાન પર દુર્ભાગ્ય લાવે છે અને એનાથી પણ ખરાબ બીજા વર્ષે પરિવારમાં પાંચ સભ્યોના મૃત્યુ થઈ જાય છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે આખરે લોકો આવી વસ્તુઓ ખતમ કરવા માટે કઈ હદ સુધી જાય છે…