મનોરંજન

ઐશ્વર્યા નહીં આ એક્ટ્રેસના પ્રેમમાં ગળાડૂબ હતો અભિષેક બચ્ચન, પણ…

છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના સંબંધોની ચર્ચા ચોરેને ચોટે થઈ રહી છે એવામાં જો હેડિંગ વાંચીને તમને એવું લાગતું હોય કે બંને વચ્ચે પડેલી અંટસનું કારણ આ જ પ્રેમ સંબંધ હશે તો એવું નથી ભાઈસાબ… આ તો ઉન દિનોં કી બાત હૈ…

અભિષેક બચ્ચન બચ્ચન અને ઐશ્વર્યાએ ભલે એકબીજાને ડેટ કરીને 2007માં લગ્ન કરી લીધા પણ એ પહેલાં બચ્ચન પરિવારનો આ કાનકુંવર કોઈ બીજી એક્ટ્રેસ પર પોતાનું દિલ હારી ચૂક્યો હતો. માત્ર અભિષેક જ નહીં પણ આથું બચ્ચન પરિવાર અભિષેકની આ ગર્લફ્રેન્ડના ઓવારણા લેતું હતું. હવે તમને પણ આખરે આ એક્ટ્રેસ કોણ છે એ જાણવાની તાલાવેલી થઈ ગઈ ને? ચાલો તમારી ઉત્સુક્તાનો અંત લાવી દઈએ અને તમને એક્ટ્રેસનું નામ જણાવી જ દઈએ.


આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ આપણી બધાની લાડકી કરિશ્મા કપૂર હતી. આ પહેલાં પણ અભિષેક અને કરિશ્માનો એક વીડિયો વાઈરલ તકયો હતો અને હવે અત્યારે વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં કરિશ્મા બિગ બીની દીકરી શ્વેતા બચ્ચનને ગળે મળતી જોવા મળી રહી છે અને એને કારણે જ ફરી એક વખત કરિશ્મા અને અભિષેક બચ્ચનના સંબંધની ચર્ચા શરૂ થઈ ગઈ છે.


સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ જૂનો વીડિયો કોઈ પાર્ટીનો છે અને એમાં અભિષેક બચ્ચનની બહેન શ્વેતા નંદા અને કરિશ્માની બહેન કરિના કપૂર જોવા મળી રહી છે. શ્વેતા ખૂબ જ પ્રેમથી કરિશ્માને ગળે મળતી જોવા મળી હતી અને અભિષેક સાથે ઉભેલા મહેમાનોની ઓળખાણ કરાવે છે. દરમિયાન અભિષેકની નજર કરિશ્મા પરથી હટતી જ નથી અને કરિશ્મા માટે તેની નજરમાં રહેલો પ્રેમ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.


અભિષેક અને કરિશ્મા વચ્ચે ફૂટેલાં પ્રેમના અંકુરનું કારણ શ્વેતા બચ્ચન હોવાની ચર્ચા પણ થઈ રહી છે કારણ કે શ્વેતાના લગ્ન કપૂર ખાનદાનની દીકરી રિતૂ કપૂર-નંદાના મોટા દીકરા નીખિલ સાથે થયા છે. જેને કારણે કરિશ્મા અને અભિષેકની ઓળખાણ થઈ અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. બિગ બીએ પણ 60મા જન્મદિવસે કરિશ્મા અને અભિષેકની સગાઈની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીધા હતા. બંનેની સગાઈ થઈ પણ કોઈ કારણઅનુસાર લગ્ન થઈ શક્યા નહીં.


અભિષેક સાથેની સગાઈ તૂટયા બાદ કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા પણ બંનેનો સંબંધ કંઈ લાંબો ટકી શક્યો નહીં અને આખરે કરિશ્મા અને સંજયના છુટાછેડા થઈ ગયા હતા… સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોને કારણે લોકોને કરિશ્મા અને અભિષેકની આ લવસ્ટોરીની યાદો એકદમ તાજા થઈ ગઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button