Weather Update: રાજ્યમાં ઠંડા પવન ફૂંકાતા કડકડતી ઠંડી, આ વિસ્તારોમાં વરસાદની આગાહી
ગાંધીનગર: રાજ્યમાં મોડે મોડેથી પણ શિયાળો જામ્યો છે, છેલ્લા 4 દિવસથી રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં કુલ 4 જગ્યાઓએ લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં પવનની ગતિ 5થી 10 કિમી પ્રતિ કલાક છે. નોંધનીય છે કે, રાજ્યના 17 શહેરમાં 15 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. નલિયામાં તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી ગગડી ગયો હતો, આ ઉપરાંત ડીસા, કેશોદ અને દીવમાં 10 ડિગ્રી, ભુજ, કંડલા અને રાજકોટમાં 11 ડિગ્રી, પાટનગર ગાંધીનગરમાં 11 ડિગ્રી, સુરેન્દ્રનગર અને મહુવામાં તાપમાન 12 ડિગ્રી, અમદાવાદમાં 13 ડિગ્રી, અમરેલી અને વડોદરામાં 13 ડિગ્રી, દ્વારકામાં 15 ડિગ્રી, પોરબંદરમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ઠંડી સાથે રાજ્યમાં આજથી 3 દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતાઓ વધી છે. ઠંડી અને વરસાદના કારણે બીમારીઓ વધવાની પણ શક્યતાઓ છે. તેમણે જણાવ્યા પ્રમાણે, ર
હવામાન વિભગના જણાવ્યા પ્રમાણે જણાવ્યા પ્રમાણે, રવિવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
આઠમી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દણણ, દાદરા નગર હવેલી તથા આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં સામાન્ય વરસાદ થઇ શકે છે.
નવમી તારીખે ચોથા દિવસે અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, આણંદ અને દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે.