ઉત્સવ

ઈટ્સ અ ટર્નિંગ પોઈંટ

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

પ્રતિભા માથુર અઢી દાયકાથી સાયનની એક બેંકમાં સર્વિસ કરે છે. આજના ડિજિટલ યુગનું અપડેટ નોલેજ ધરાવતા પ્રતિભા મેડમ એટલે ઓફિસનું ચાલકબળ.
બેંકીંગ અને ફાયનાન્સમાં વિશેષ અભ્યાસ કરીને પ્રતિભા પોતાની બ્રાંચમાં કસ્ટમરોમાં ધરખમ વધારો કરી શકયાં હતાં.
તાજેતરમાં જ આસિસ્ટંટ મેનેજર તરીકે તેમની નિમણૂક થઈ છે. બેંકના દરેક પ્રકારના ડિજિટલ ટ્રાન્સેકશનના તેઓ એક્ષપર્ટ કહી શકાય. ગવર્મેન્ટની બેંકીંગ માટે કોઈ નવી યોજના હોય, ફોરેન કરન્સી, સેવીંગસ્કીમ કે બેંકલોન હોય એની તલસ્પર્શી માહિતી પ્રતિભામેડમ પાસે મળી રહે. બેંકના દરેક કર્મચારીને ગાયડંસ આપે. જુનિયર કર્મચારીઓને વધુ કાર્યક્ષમ બનાવવા સ્પેશીયલ વર્કશોપ પણ રાખે છે.
પ્રતિભા માથુરના હસબન્ડ રાજેશજી ફીલ્મ પ્રોડકશન કંપનીમાં ફાઈનાન્સર છે. માટુંગામાં મોટો ફ્લેટ છે. તેમનો એકનો એક સ્માર્ટ દીકરો અર્જુન, હાવર્ડ યુનિવર્સીટીમાં મેડીકલ સાયન્સમાં ભણે છે.
તે દિવસે બેંકના લંચ અવરમાં વીકએન્ડ પીકનીક માટે વાતો ચાલતી હતી ત્યારે પ્રતિભા સૂનમૂન બની સાંભળતી હતી. દર વખતે ઉત્સાહથી પ્લાન કરનાર મેડમ આજે કેમ ચૂપ છે? વિજયાએ કહ્યું- મેડમ, કહાં જાયેંગે ? સોરી, આય કાન્ટ. કહેતાં પ્રતિભા લંચ ટેબલ પરથી ઊભા થઈ ગયાં. એમની આંખ આંસુથી ભરાઈ આવી.
અર્જુન વિદેશ ભણવા ગયો ત્યારે મેડમે આખા સ્ટાફને પાર્ટી આપી હતી. તેઓ ખૂબ ખુશ હતા કે મારો દીકરો હવે ડોકટર બનશે. પણ, બેંકમાં તેમની ખાસ સહેલી ગણાતી વિજયાને લાગે છે કે પ્રતિભા મેડમ ખાસ વાત કરતાં નથી, હવે ગંભીર બની ગયાંછે. તેમના ચહેરા પર રમતું હાસ્ય દેખાતું જ નથી, નક્કી તેઓ કોઈ મૂંઝવણમાં લાગે છે. મશીનની જેમ કામ કરતાં હોય એવું લાગે છે.
છેલ્લાં છ-સાત મહિનાથી પ્રતિભા અને રાજેશ વચ્ચે મતભેદ વધી ગયા હતા.
એક નો એક દીકરાનો વિયોગ પ્રતિભા માટે અસહ્ય હતો, વળી શારીરિક અશક્તિ હોવાથી પહેલાં જેવું કામ કરી શકાતું નહીં. રાજેશના પ્રીમીયર શો કે પાર્ટીમાં જવાના તેને હોંશ રહેતા નહીં. એક પાર્ટીમાં કેઝયુલ ડ્રેસમાં ગઈ તો રાજેશે ઠપકો આપ્યો. પણ રાજેશે પ્રતિભાને સમજવાની દરકાર ન કરી.
શારીરિક તકલીફ અને તેમાં ય મેનાપોઝની અવસ્થામાં દરેક સ્ત્રીને યોગ્ય સારવાર અને ઈમોશનલ સપોર્ટની જરૂર હોય છે. જે કુટુંબમાં બધાએ અને ખાસ તો પતિએ જોવું જોઈએ.
૪૯વર્ષીય પ્રતિભા એકલતા અનુભવે છે. તે મેનાપોઝ પીરીયડમાંથી પસાર થઈ રહેલી હોવાથી પગની નસો ખેંચાય, સાંધામાં કળતર થાય, કોઈ વાર ચકકર પણ આવી જતા. એક રાતે તો એણે રાજેશને સંભોગ કરવા માટે ના પાડી દીધી પછી ખૂબ ઝઘડો થયો.
જયારે જયારે રાજેશ નજીક જતો એને લાગતું કે પ્રતિભા મને એવોઈડ કરે છે. પ્રતિભાને મનમાં થતું કે રાજેશને હું શારીરિક સુખ આપી શકતી નથી, એટલે હવે એ મને પ્રેમ નહીં કરે. પણ મારી તકલીફ એ કેમ ન સમજે ?બસ, આ જ કારણથી બંન્ને ટેન્શનમાં રહેવા લાગ્યા.
રાજેશે સવારે કોફી પીતા પીતા કહ્યું- પ્રતિભા, કાલે શનિવારે અમારા નવા પ્રોડેકશનની ટીમ માટે તુલીપમાં રાતે ડાન્સ પાર્ટી રાખી છે. તું તૈયાર થઈને ડાયરેકટ હોટલ પર આવી જજે.
રાજેશ, ઈયર એન્ડીંગના કામનો બોજો છે,વળી આ શનિવારે ઑફ પણ નથી. હું થાકી જઉં છું.કેવી રીતે આવું? પ્રતિભાએ કહ્યું.
ડિયર, કપલડાન્સ પરફોર્મ કરવાનો છે, તારે આવવું જ પડશે. નાછૂટકે પ્રતિભાએ હકારમાં માથું ધૂણાવ્યું.
ત્રણ કપલડાન્સ પછી રાજેશ અને પ્રતિભાનું નામ બોલાયું. મ્યુઝીકના તાન પર રાજેશ અને પ્રતિભાએ ડાન્સ શરૂ કર્યો.પણ પ્રતિભા ચાર-પાંચ સ્ટેપ કરીને બેસી ગઈ. તરત કોઈ અજાણી યુવતી ઊભી થઈ અને રાજેશ સાથે ડાન્સ કરવા લાગી. આ જોઈને બધા તાળી પાડતાં એ યુવતીને વધાવવા લાગ્યા. પણ પ્રતિભાની આંખ ભરાઈ આવી. આય એમ લુઝર, આય એમ ગુડ ફોર નથીંગ.
બેંકના કામમાં પણ પ્રતિભા નિરુત્સાહ થઈ ગઈ હતી.
બે મહિનાથી મેનેજર શ્રીવાસ્તવ લોંગલીવ પર છે. બેંકની બધી જવાબદારી પ્રતિભા મેડમને માથે છે. તે દિવસે સવારે ૧૦વાગે જ પ્રતિભા મેડમે ચીફ એકાઉંટન્ટ જોષી અને વિજયાને કેબિનમાં બોલાવ્યા અને કહ્યુ:- કાલે સવારે-૧૧વાગે મેઈનબ્રાંચમાંથી બોર્ડ ઓફ ડિરેકટરના બે ઑફિસર્સ વીઝીટ માટે આવવાના છે, ઈન્ફોર્મેશન અપડેટ રાખજો. ઈન્વેસ્ટમેન્ટ અને લોન માટેની નવી સ્કીમ માટે પણ ખાસ મિટિંગ લેવાના છે.આપણે હાફઇયર્લી રીપોર્ટ પણ રજૂ કરવાનો છે. . મિ.જોષીના ગયા પછી પ્રતિભાએ કહ્યું- વિજયા, યુ બી વીથ મી. એમ નોટ કીપીંગ વેલ.
યસ, મેડમ તમે ચિંતા કરતા નહીં. વિજયાએ કહ્યું.
બીજે દિવસે મિટિંગ ચાલુ હતી ત્યારે ઓફીસરો સાથે વાત કરતાં પ્રતિભાને મૂંઝવણ થવા લાગી, એનું માથું ભમતું હતું. કોણ શું બોલી રહ્યું છે, તે સમજાતું ન હતું, મેડમ, એની પ્રોબલેમ— વિજયાએ પૂછયું.
યસ, આય કાન્ટ સીટ. સીવીયર ચેસ્ટ પેઇન. પ્રતિભાએ કહ્યું.
વિજયાએ જોષીને મિટિંગ સંભાળવા કહ્યું, અને પ્રતિભામેડમનો હાથ ઝાલીને એમની કેબિનમાં લઈ ગઈ.
પ્રતિભાએ થોડું લીંબુપાણી પીધું, આંખોમાં ઘેન હતું. વિજયાએ ગાયનેકોલોજીસ્ટ ડો.સંગીતા રાવને ફોન કર્યો. રાજેશ માથુરને પણ ફોન કરી ડો.સંગીતા રાવના કલીનીક પર આવવા જણાવ્યું.
વિજયા પોતાની કારમાં પ્રતિભામેડમને ક્લીનીક પર લઇ ગઈ.
ડો.સંગીતા રાવે પ્રતિભાને તપાસ્યાં, પછી કેસ હીસ્ટ્રી જાણવા પ્રશ્નો પૂછયાં. આજે પહેલી વાર પ્રતિભા પોતાના હૈયાનો ભાર ઠાલવી રહી હતી,શારીરિક વીકનેસ, દીકરાનું વિદેશગમન, એકલતા, પતિ વડે તિરસ્કૃત થવાની વેદનાનો ભાર અસહ્ય હતો. આ કારણે ડીપ્રેશન અનુભવે છે, રાજેશ માથુર ક્લીનીક આવી ગયા. ડો.સંગીતા રાવે પ્રતિભા અને રાજેશને સમજાવતાં કહ્યું- આમાં ખાસ ચિંતા જેવું નથી. તેમનું ફીઝીકલ ચેકઅપ ઓ.કે છે. ડીયર પ્રતિભા, ડોન્ટ વરી. તમે મેનાપોઝના સેકંડ સ્ટેજમાંથી પસાર થઈ રહયા છો. પ્રોઢાવસ્થાનો આ સંક્રમણ સમય છે. તેથી ઊંડા વિચારો કે ખોટી ચિંતા છોડીને ખુશ રહો.
મિ. રાજેશ તમારે એની ખાસ કાળજી લેવાની છે, શી નીડ્સ યોર ઈમોશનલ સપોર્ટ. એને સમજવાનો પ્રયત્ન કરો. ડીયર પ્રતિભા, ઈટ્સ જસ્ટ અ ટર્નિંગ પોઈટ ઓફ લાઈફ. લાઈફ ઈઝ બ્યુટીફુલ, એન્જોય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?