સ્પોર્ટસ

રણજીમાં પુજારા સૌરાષ્ટ્રની વહારે આવ્યો

રાજકોટ : રણજી ટ્રોફીના એલિટ ગ્રુપમાં શનિવારે બીજો દિવસ હતો અને એમાં સૌરાષ્ટ્ર અને બરોડાની ટીમ સારી સ્થિતિમાં હતી, જ્યારે ગુજરાતે બીજા દાવમાં થોડી મુશ્કેલી અનુભવી હતી.
રાજકોટમાં ઝારખંડની ટીમ સૌરાષ્ટ્રના ચિરાગ જાનીની પાંચ વિકેટને કારણે ૧૪૨ રનમાં આઉટ થઈ ગઈ સૌરાષ્ટ્રએ ચાર વિકેટે ૪૦૬ રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે સિલેક્ટરોએ અવગણેલો ચેતેશ્ર્વર પુજારા (૧૫૭ રન, ૨૩૯ બૉલ, ઓગણીસ ફોર) નૉટઆઉટ હતો. અર્પિત વસાવડાએ ૬૮ રન બનાવ્યા હતા. એ પહેલાં, ઓપનર અને વિકેટકીપર હાર્વિક દેસાઈ ૮૫ રન બનાવીને આઉટ થયો હતો.

વડોદરામાં બરોડાએ પ્રથમ દાવમાં મિતેશ પટેલના ૧૧૬ રનની મદદથી ૩૫૧ રન બનાવ્યા બાદ ઓડિશાની ટીમ અતિત શેઠની ત્રણ વિકેટ, ભાર્ગવ ભટ્ટની બે અને નિનાદ રાઠવાની બે વિકેટને કારણે ૧૭૮ રનમાં આઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં બરોડાના એક વિકેટે ૪૩ રન અને કુલ ૨૧૬ રન સાથે આગળ હતું.

વલસાડમાં ગુજરાતે પ્રથમ દાવમાં ૨૩૬ રન તામિલનાડુની ટીમ ૨૫૦ રનમાં આઉટ થઈ હતી અને ૧૪ રનની લીડ લીધી હતી. ગુજરાત વતી સ્પિનર રવિ બિશ્ર્નોઈએ સૌથી વધુ ચાર વિકેટ અને અર્ઝાન નાગવાસવાલાએ ત્રણ વિકેટ લીધી હતી. બીજા દાવમાં ગુજરાતે ૩૮ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button