આમચી મુંબઈ
ગૅન્ગસ્ટર શરદ મોહોળની હત્યા: આઠ આરોપીની અટક
પુણે: પુણે શહેરના ગૅન્ગસ્ટર શરદ મોહોળની શુક્રવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગેન્ગસ્ટર શરદ મોહોળની હત્યાના માસ્ટર માઇન્ડ નામદેવ પપ્પુ કાનગુડે ઉર્ફ મામા અને સાહિલ ઉર્ફ મુન્ના પોલેકર સાથે આઠ લોકોની અટક કરવામાં આવી હતી. શરદ મોહોળની હત્યા દરમિયાનની સીસીટીવી ફૂટેજને સામે આવ્યા. સૂત્રોએ માહિતી આપી હતી કે મોહોળની હત્યામાં પુણે સેશન્સ કોર્ટના રવિન્દ્ર પવાર અને સંજય ઉડ્ડાણ નામના બે પ્રખ્યાત વકીલનું પણ નામ સામેલ છે. આ બંને વકીલ સાથે પોલીસે બધા આરોપોઓની રાતે અટકાયત કરી હતી. આ હત્યાકાંડના આરોપી સાહિલ અને માસ્ટર માઇન્ડ મામા સાથે બાકીના છ આરોપીઓ શહેર છોડીને જવાની તૈયારીમાં હતા, પણ પોલીસે તેમની ત્યાં જ અટકાયત કરી હતી.