મલાઈકાનો આ ગ્લેમરસ અવતાર જોઈને રહી જશો દંગ…
બી-ટાઉનની ગ્લેમરસ એક્ટ્રેસની વાત થઈ રહી હોય અને એમાં છૈંયા છૈંયા ગર્લ મલાઈકા અરોરાનું નામ ના આવે તો જ નવાઈ. ફરી એક વખત મલાઈકા અરોરાએ પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સના દિલો પર છુરિયાં ચલાવી હતી. શનિવારે સવારે મલાઈકા પીળા રંગના કમાલની સુંદર લાગી રહી હતી. તેના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.
અર્જુન કપૂર સાથે બ્રેકઅપના અને અરબાઝ ખાનના બીજા લગ્નના સમાચારો વચ્ચે મલાઈકા અરોરાએ ફરી એક વખત પોતાનો ગ્લેમરસ અંદાજથી લોકો પર પોતાનો જાદુ ચલાવ્યો હતો. પીળા કલરના મિની ફ્રોક સાથે મલાઈકા અરોરાએ વ્હાઈટ કલરના શૂઝ સ્ટાઈલ કર્યા હતા અને પોતાના કેઝ્યુઅલ લૂકને કમ્પ્લિટ કરવા માટે બ્લેક ગોગલ્સનો સહારો લીધો હતો.
નો મેકઅપ લૂકની સાથે મલાઈકાએ રફ, મેસી અંબોડો વાળ્યો હતો અને નેટિઝન્સને મલાઈકાનો આ નવો અંદાજ ખૂબ જ પસંદ આવ્યો હતો. પીળા કલરના આ મિની ફ્રોકમાં મલાઈકાએ ખૂબ જ સુંદરતાથી પોતાનું ટોન્ડ ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
50 વર્ષની ઉંમરમાં મલાઈકા પોતાના આ કિલર લૂકથી આજની અનેક યંગ એક્ટ્રેસને માત આપી રહી છે અને સોશિયલ મીડિયા પર મલાઈકાના આ લેટેસ્ટ લૂકના ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના સમાચારોથી સોશિયલ મીડિયા ઉભરાઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર એવા અનેક અહેવાલો વાંચવા મળી રહ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બે મહિના પહેલાં જ મલાઈકા અને અર્જુનનું બ્રેકઅપ થઈ ગયું હતું પણ કપલે હંમેશ માટે અલગ થઈ જવાને બદલે સંબંધને એક ચાન્સ આપવાનું નક્કી કર્યું છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ પોતાની રિલેશનશિપને લઈને કંઈ પણ ખૂલીને કહેવાનું ટાળ્યું છે.