સ્પોર્ટસ
‘બિહારનો સચિન’ વૈભવ સૂર્યવંશી પહેલા દાવમાં 19 રનમાં આઉટ
માત્ર 12 વર્ષની ઉંમરે શુક્રવારે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરનાર બિહારનો લેફ્ટ-હૅન્ડ બૅટર વૈભવ સૂર્યવંશી શનિવારે તેની પહેલી જ ઇનિંગ્સમાં માત્ર 28 બૉલ રમી શક્યો હતો અને 19મા રને મુંબઈના શિવમ દુબેના બૉલમાં કૅચઆઉટ થયો હતો.
બિહારના સચિન તેન્ડુલકર તરીકે ઓળખાતા સૂર્યવંશીની સાચી ઉંમરના મામલે વિવાદ ચાલે છે. શનિવારે તેની વિકેટ મળતાં જ મુંબઈના પ્લેયરો ખુશખુશાલ હતા. મુંબઈનો પ્રથમ દાવ 251 રનમાં સમેટાઈ ગયા બાદ બિહારે 6 વિકેટે 89 રન બનાવ્યા હતા. મુંબઈના મોહિત અવસ્થીએ ચાર અને દુબેએ બે વિકેટ લીધી હતી.
Taboola Feed