નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

તમને પણ મળ્યો છે આવો મેસેજ? ભૂલથી પણ ઓપન ના કરતાં નહીંતર…

આજકાલના જીવનમાં મોબાઈલ ફોન એ ખૂબ જ મહત્ત્વનો હિસ્સો બની ગયો છે, પરંતુ આ મોબાઈલ ફોન જેટલો ઉપયોગી છે એટલો જ જોખમી પણ છે. ઘણી વખત મોબાઈલ ફોન જ મુસીબતનું કારણ બને છે એવી ઘટનાઓ વિશે આપણે સાંભળ્યું હશે. મોબાઈલ યુઝર્સને આવી જ મુસીબતોથી બચાવવા માટે Telecome Regulatory Authority Of India (TRAI) દ્વારા ચેતવણી આપવામાં આવતી હોય છે.

હાલમાં જ TRAI દ્વારા ફરી એક વખત Airtel, BSNL, Reliance JIO, Vodafone-Ideaના યુઝર્સને ફરી ચેતવણી આપી છે, જેમાં TRAI દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો તમને TRAIના નામે કોઈ પણ મેસેજ આવે તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે આ કોઈ સાઈબર ક્રિમીનલ હોઈ શકે છે.


TRAIના વડાએ આ બાબચે માહિતી આપતા જણાવ્યું હતું કે આજકાલ TRAIના નામે ઘણા બધા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે અને લોકોને છેતરવામાં આવી રહ્યા છે. આ જ કારણસર TRAI મોબાઈલ યુઝર્સને ચેતવણી આપે છે જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે તો તમારે સાવધ થઈ જવાની જરૂર છે.


સાઈબર ક્રિમીનલ TRAIના નામે યુઝર્સને મેસેજ મોકલાવીને ટાવર લગાવવા માટે NOC આપવા અને મોબાઈલ નંબર બંધ ના થાય એટલે KYC પૂરું કરવા માટે ડિટેઈલ્સ માંગે છે અને યુઝર્સને મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું જણાવવામાં આવે છે. જો ભૂલથી પણ યુઝર્સ આ લિંક પર ક્લિક કરે છે તો તમારું એકાઉન્ટ પૂરેપૂરું ખાલી થઈ જશે.
TRAI દ્વારા એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે તેઓ ક્યારેય પણ મોબાઈલના વેરિફિકેશન, ડિસ્કનેક્ટ કરવા કે ઈલીગલ એક્ટિવિટીને રિપોર્ટ કરવા માટે યુઝર્સને કોઈ મેસેજ નથી મોકલતા. આ સાથે સાથે જ TRAI દ્વારા કોઈ એવો કોલ પણ નથી કરવામાં આવતા. જો તમારી પાસે આવા કોઈ કોલ કે મેસેજ આવે છે તો તરત જ તેની ફરિયાદ નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પણ કરી શકો છે.


ભારતમાં આશરે 1.15 બિલિયન મોબાઈલ ગ્રાહક છે અને પહેલી જાન્યુઆરીથી 10મી જાન્યુઆરી સુધી આ તમામ મોબાઈલ યુઝર્સને સાવચેત કરતાં મેસેજ ફોર્વર્ડ કરવામાં આવશે જેથી યુઝર્સ કોઈ પણ પ્રકારના ફ્રોડનો શિકાર ના બને.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button