આવતી કાલે રેલવેના આ માર્ગ પર લેવાશે 2024નો પહેલો Mega Block
મુંબઈ: મુંબઈ ડિવિઝનમાં નવા વર્ષે એટલે સાત જાન્યુઆરીએ 2024નો પહેલો બ્લોક લેવામાં આવવાનો છે. આવતી કાલે મુંબઈના મધ્ય અને હાર્બર માર્ગમાં બ્લોક હાથ ધરવામાં આવશે, અને પશ્ચિમ રેલવે માર્ગમાં નાઈટ બ્લોક લેવામાં આવવાનો છે. જો તમે પણ આ બ્લોકના સમયમાં ટ્રેનની મુસાફરી કરવાનું વિચાર કરતાં હોય તો બ્લોકની માહિતી જાણી લો. આ બ્લોકને લીધે મધ્ય રેલવેના માટુંગાથી મુલુંડ આ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન બંને લાઇન પર દોડતી ટ્રેનોને અસર થશે. રેલવેએ આપેલી માહિતી મુજબ આ માર્ગમાં સવારે 11.30 વાગ્યાથી બપોરે 3.55 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવશે. બ્લોકના સમયમાં માટુંગાથી મુલુંડની અપ અને ડાઉન માર્ગની દરેક ફાસ્ટ ટ્રેનને સ્લો માર્ગ પર દોડાવવામાં આવશે, જેથી ટ્રેનો 10-15 મિનિટ મોડી દોડે એવી શક્યતા છે.
મધ્ય રેલવે સાથે હાર્બર લાઇનમાં પણ બ્લોક લેવામાં આવવાનો છે. હાર્બર માર્ગમાં પનવેલથી વાશી દરમિયાન સવારે 11 વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી અપ અને ડાઉન બંને માર્ગમાં બ્લોક લેવામાં આવશે. આ દરમિયાન હાર્બર લાઇનમાં પનવેલથી વાશી અને ટ્રાન્સ હાર્બર લાઇનમાં પનવેલથી નેરૂળ દરમિયાનની દરેક ટ્રેનોને રદ કરવામાં આવશે. બોલ્ક સમયે નાગરિકોને મુસાફરીમાં તફલિફ ન પડે તે માટે સીએસએમટીથી વાશી દરમિયાન એક વિશેષ લોકલ રેલવે દ્વારા દોડાવવામાં આવવાની છે. આ સાથે ટ્રાન્સ હાર્બર માર્ગમાં વાશીથી થાણે-નેરૂળ વચ્ચેની લોકલ ટ્રેનોને નિયમિત પણે શરૂ રાખવામા આવી છે.
આવતીકાલે પશ્ચિમ રેલવેમાં સાત જાન્યુઆરી 2024ના દિવસ દરમિયાન કોઈ પણ બ્લોક લેવામાં આવવાનો નથી, પણ આ માર્ગ પર નાઈટ બ્લોક લેવામાં આવશે, એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી. આ બ્લોક દરમિયાન મુંબઈ સેંટ્રલ સ્ટેશન પરની દરેક મુખ્ય લાઇનના પ્લેટફોર્મ પર રાતે એક વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી બ્લોક લેવામાં આવશે. બ્લોક દરમિયાન ચર્ચગેટથી મુંબઈ સેંટ્રલની દરેક ફાસ્ટ માર્ગની લોકલ ટ્રેનોને સ્લો લાઇનમાં વળવવામાં આવશે. આ દરમિયાન અનેક લોકલ ટ્રેનોને રદ પણ કરવામાં આવી છે.