Food Story: લો બોલો ખરાબ વાનગીઓમાં આવી આપણી આ ભારતીય વાનગી
હાલમાં એક વિડીયો વાઈરલ થયો હતો જેમાં એક પત્રકારે એક શાળાના વિદ્યાર્થીને તેના મનપસંદ ખોરાક વિશે પૂછ્યું અને બાળકે જવાબ આપ્યો રીંગણ… આ વીડિયોએ લોકોને ખૂબ હસાવ્યા હતા, પરંતુ હાલમાં જ રીંગણ માટે એક એવી બાબત જામવા મળી છે જે જાણીને કોઈને આનંદ થશે તો કોઈને વળી એમ પણ થશે કે આવું તો કંઈ હોતું હશે. હાલમાં જ ટેસ્ટ એટલાસ દ્વારા વિશ્વના 100 સૌથી ખરાબ રેટિંગવાળા ખોરાકમાં એકમાત્ર ભારતીય વાનગી રીંગણ બટેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટેસ્ટ એટલાસ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં બટેટા અને રીંગણના શાકને 60મું સ્થાન આપવામાં આવ્યું છે. જો કે બટેટા અને રીંગણની કરી એક લોકપ્રિય ભારતીય વાનગી છે જે સામાન્ય રીતે સમગ્ર ઉત્તર ભારતમાં બનાવવામાં આવે છે. આ વાનગીને ઓનલાઈન 5 માંથી 2.7 રેટિંગ મળ્યું હતું, પરંતુ સોશિયલ મીડિયા પર મોટાભાગના ભારતીયો આશ્ચર્યચકિત છે કે આ ડિશ તો લોકોમાં આટલી ફેવરિટ છે તો પછી આવું કેમ થયું.
ફૂડ બ્લોગિંગ ગ્રુપ ફૂડકર્સનાં પ્રભજોત સિંઘ કહે છે કે આ રેટિંગ જો પણ જ્યુરીએ આપ્યું છે તેમણે એકવાર ભારતમાં આવવું જોઈએ તેમને મોટાભાગની દરેક હોટેલમાં રીંગણ અને બટેટા જમાડીશું એટલે તેમને ખબર પડે કે આ શાકભાજી કેવી રીતે બને અને તે લોકોમાં ખરેખર ફેવરેટ છે.
તેવી જ રીતે ફૂડ ઈન્ફ્લુએન્જર શગુન મલ્હોત્રાએ કટાક્ષ કર્યો હતો કે બહારના લોકો કે જેઓ કોઈ મસાલા વગરનો ખાદ્યપદાર્થો ખાવા માટે ટેવાયેલા છે તેમને શું ખબર હોય કે રીંગણ બટેટાનો ખરેખર સ્વાદ કેટલો સરસ છે. અમે તો એજ ખાઈને મોટા થયા છે.
ખાદ્ય ઈતિહાસકાર અને લેખક અનુક્તિ વિશાલે જણાવ્યું હતું કે મસાલાવાળા રીંગણ એ ભારતીય ઉપખંડમાં સૌથી પ્રાચીન વાનગીઓમાંની એક છે. ભારતમાં ઘણી જગ્યાઓએથી ખોદકામ વખતે ઘણા અવશેષો મળી આવ્યા છે જેમાં એક સાઇટ પરથી રસોઈના વાસણમાં એક વાનગીના અવશેષો મળ્યા હતા જેમાં રીંગણ, હળદર અને આદુ હતા. એટલે આ એક ઐતિહાસિક વાનગી છે.
આ ખરાબ વાનગીઓના લિસ્ટમાં ટોપ પર આઇસલેન્ડની હકારલ છે, જે આઇસલેન્ડિકમાં આથોવાળી શાર્ક ધરાવતી રાષ્ટ્રીય વાનગી છે, ત્યારબાદ અમેરિકાની રેમેન નૂડલ્સ આવે છે, જે માંસની પેટીથી ભરેલા રેમેન નૂડલ બનથી બનેલું બર્ગર છે.