આપણું ગુજરાત

રાજકોટ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો સોલર રૂપટોપથી સજ્જ બનશે

આજરોજ રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો સોલાર રૂફટોપ લગાવી સ્વાવલંબી બનવા જઈ રહી છે એપ્રિલ મહિનાના અંત સુધીમાં તમામ ગ્રામ પંચાયતોમાં સોલાર પેનલ લાગી જશે જેથી કરી અને ટેક્સની આવક ની રકમ વિકાસમાં વાપરી શકાય લાઈટ બિલ થી આઝાદી મળે અને ઘણી ગ્રામ પંચાયતોમાં વધારાની એનર્જી ના રૂપિયાથી વિકાસના બીજા કામો પણ કરી શકાય.100% રૂપટોપ ધરાવતો રાજ્યનો પ્રથમ જિલ્લો રાજકોટ બનશે.

અનુ કરણીયા પગલું છે રાજ્યની અન્ય સરકારી કચેરીઓએ પણ આ સંદર્ભે વિચારી અને મસ મોટા 20 કિલો થી બચી સોલાર એનર્જી અપનાવી જોઈએ.

સોલાર રૂપટોપ ના કારણે કરોડોની બચત થશે. પ્રજાના ટેક્સના પૈસા સાચા અર્થમાં વિકાસના કામમાં વપરાય.
રાજકોટ જિલ્લામાં તો એપ્રિલ મહિનાના અંત સુધીમાં સોલાર રૂપટોપની તમામ ગ્રામ પંચાયતમાં કામગીરી પૂર્ણ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button