કેમ ટ્રોલ થઇ રહ્યો છે મલાઇકા અરોરાનો એક્સ પતિ…..
અરબાઝ ખાન અને તેની પત્ની શુરા ખાન હાલમાં જ તેમના વેકેશન કમ હનીમૂન પરથી પરત ફર્યા હતા. કપલ મુંબઇ એરપોર્ટ પર એક સાથે હાથમાં હાથ મિલાવીને ચાલતા ક્લિક થયું હતું.
સલમાનખાનનો ભાઇ અને મલાઇકા અરોરાનો એક્સ હસબંડ આજકાલ ચર્ચામાં છે. હાલમાં જ તેણે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે 24 ડિસેમ્બરે ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. અરબાઝ ખાનના લો-કી લગ્ન તેની બહેન અર્પિતા ખાનના ઘરે યોજાયા હતા.લગ્ન બાદ આ કપલ નવા વર્ષની ઉજવણી કરવા માટે દુબઇ ગયું હતું. હાલમાં જ આ કપલ એરપોર્ટની બહાર સ્પોટ થયું હતું. દબંગ અભિનેતાએ સફેદ ટી શર્ટ અને જીન્સ પહેર્યું હતું. જ્યારે શુરાએ બ્લેક ટોપ અને મેચિંગ જીન્ય પહેર્યું હતું.
જોકે, જ્યારે તેઓ એરપોર્ટની બહાર નીકળી રહ્યા હતા ત્યારે પાપારાઝીઓ તેમને કેમેરામાં ક્લિક કરવા આવી ગયા હતા. અરબાઝે થોડી વાર તો તેમને હસતા પોઝ આપ્યા પણ પછી, તેણે પાપારાઝીઓને હાથ હલાવીને ફોટા લેવાની મનાઇ કરી દીધી હતી. એરપોર્ટ પર શુરા ખાન ઘણી થાકેલી જણાઇ હતી એટલે જ કદાચ ડિઅરેસ્ટ હસબંડ પાપારાઝીઓને તેમનાથી દૂર જવા કહી રહ્યો હતો.
જોકે, તેના આવા વર્તનને કારણે લોકો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.
દુબઈ એરપોર્ટ પરથી વાયરલ થયેલા અન્ય રોમેન્ટિક વીડિયોમાં, અરબાઝ ખાન તેની પત્નીને ફ્લાઈંગ કિસ કરતો જોવા મળ્યો હતો. શુરા ખાને આ રોમાન્ટિક સીનનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.